રવિ અગ્રવાલ, વડોદરા: વડોદરા સહિત સમગ્ર દેશભરમાં આજથી મંદિર સહિત તમામ ધાર્મિક સ્થાનો ખુલ્યા. વડોદરાના હરણી સ્થિત આવેલા ભીડ ભંજન હનુમાન મંદિરને સરકારની તમામ ગાઈડ લાઈનનું પાલન કરી ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. મંદિર ખુલતાની સાથે જ ભક્તો ભગવાન હનુમાનજીના દર્શન કરવા માટે આવ્યા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


મંદિર માં ભક્તો ના પ્રવેશતાની સાથે જ સેનેટાઈઝ ટનલ મૂકવામાં આવી છે, જેમાંથી ફરજિયાતપણે ભક્તોએ પ્રવેશ કરી મંદિરમાં આવવું પડે છે. ત્યારબાદ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય તે માટે મંદિરમાં ગોળ કુંડાળા દોરવામાં આવ્યા છે. તો મંદિરમાં કોરોનાને લઈ ભક્તો માટે જરૂરી સુચના દર્શાવતા બોર્ડ લગાવવામાં આવ્યા છે.



આ સાથે જ દાન પેટીના બદલે મંદિરમાં યુવી મશીન મૂકવામાં આવ્યું છે. જેથી ભક્તો યુવી મશીનમાં રૂપિયા નાખતા જ રૂપિયા સેનેટાઈઝ થઈ જાય છે.ભક્તો માટે ફરજિયાત માસ્ક પહેરવાનો નિયમ પણ બનાવાયો છે. અઢી મહિના બાદ મંદિરના દ્વાર ખુલતા ભક્તો પણ ખુશખુશાલ થયા છે અને તેવો ભગવાનના સાક્ષાત દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.