વડોદરાના તબીબનો મોટો ખુલાસો, શિયાળાની મોર્નિંગ વોકથી કોરોના સંક્રમણ વધુ ફેલાય છે
- ધુમ્મસવાળા વાતાવરણમાં બહાર ન નીકળવું હેલ્થની દ્રષ્ટિએ વધુ હિતાવહ છે
- કોરોનાના કેસમાં 15 ટકાનો ઉછાળો જોઈ શકાય છે. એટલુ જ નહિ, મૃત્યુદરમાં પણ 8 ટકાનો વધારો જોવા મળી શકે છે
રવિ અગ્રવાલ/વડોદરા :સમગ્ર રાજ્યમાં કાતિલ ઠડીની શરૂઆત થઈ ગઈ છે. આ સાથે જ શીત પવનના કારણે ઠંડીનો ચમકારો પણ વધી રહ્યો છે. શિયાળાની ગુલાબી સવારની મજા લેવા માટે સવારથી જ ગાર્ડનમાં લોકો ઉમટી પડે છે. મોર્નિંગ વોક અને એક્સરસાઈ કરવા બાગબગીચાઓમાં જનારાઓનું પ્રમાણ ધીરે ધીરે વધી રહ્યું છે. આ જ રીતે દિવસની શરુઆત લોકો કરી રહ્યાં છે. ત્યારે શિયાળામાં વહેલીસવારે ચાલવા જતા મોર્નિંગ વોકર્સ માટે વડોદરાથી મોટા સમાચાર સામે આ્વયા છે. ગોત્રી હોસ્પિટલના નોડલ અધિકારી ડો શીતલ મિસ્ત્રીએ દાવો કર્યો છે કે, વહેલી સવારે ચાલવા જતાં લોકોમાં કોરોનાનું સંક્રમણ (corona virus) ઝડપથી ફેલાઈ રહ્યું છે.
આ પણ વાંચો : લગ્નમાં ભીડના મામલે લોકગાયિકા કાજલ મહેરિયા સામે વધુ એક ફરિયાદ દાખલ
ધુમ્મસને કારણે થતો કોરોના જાનલેવા બની શકે છે
શા માટે અને કેવી રીતે સંક્રમણ ફેલાઈ શકે છે તે વિશે તેઓએ જણાવ્યું કે, શિયાળામાં ઠંડી જામતા ઉત્તરી ગોળાર્ધના દેશો અમેરિકા અને યુરોપમાં કોરોનાનો સેકન્ડ વેવ શરૂ થયો છે. અમેરિકામાં લગભગ બે લાખ કરાત વધુ કેસ નોંધાયા છે. તો શિયાળામાં વિન્ટર ઈન્વર્ઝન ઈફેક્ટ થાય છે. શિયાળામાં હવા ઠંડી થાય છે તેથી હવા ભારે થઈ જાય છે. આવામાં પ્રદૂષણના કણો નીચેના સ્તરમાં જતા રહે છે. ઉનાળામાં હવા ઉપરની તરફ ડિસ્પર્સ થતી હોય છે. શિયાળામાં હવા ભારે હોવાથી પ્રદૂષણના કણની સાથે તે નીચેના લેયરમાં જ વધુ રહે છે. તો વહેલી સવારે ધુમ્મસ પણ થતુ હોય છે. હવામાં રહેલા એસએનએ કણો, જે પીએમ 2.5 પાર્ટિકલ બનાવે છે. જેનો ડાયામીટર 2.5 માઈક્રોનના પાર્ટીકલ મેટર હોય છે. જે મુખ્યત્વે સલ્ફેટ, નાઈટ્રોજન ડાયોક્સાઈડ અને એમોનીયા જેવા કેમિકલથી બનતા હોય છે. જે મુખ્યત્વે વાહન, ઈન્ડસ્ટ્રી અને પાવર હાઉસમાઁથી નીકળતા હોય છે. ધુમ્મસના કારણે આ કણો નીચેના વાતાવરણમાં જ રહે છે. આ કણો રેસ્પીડીરેકમાં જવાથી કોરોના સંક્રમણ થાય તો તેના લક્ષણો પણ વધુ ભયાનક બની શકે છે. તેમજ મૃત્યુદરમાં પણ વધારો થવાની શક્યતા છે. તેથી ઉત્તર ભારતના રાજ્યોમાં ધુમ્મસની અસર વધુ જોવા મળે છે.
આ પણ વાંચો : ગુજરાતમાં કાતિલ ઠંડીનો દોર શરૂ, માઉન્ટ આબુમાં 1 ડિગ્રી તાપમાન પહોંચ્યું
મૃત્યુદરમાં પણ વધારો જોવા મળે છે
વહેલી સવારે જ્યારે ધુમ્મસનું વાતાવરણ હોય છે ત્યારે મોર્નિંગ વોકર્સે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. ધુમ્મસવાળા વાતાવરણમાં બહાર ન નીકળવું હેલ્થની દ્રષ્ટિએ વધુ હિતાવહ છે. ધુમ્મસને કારણે 2.5 પાર્ટિકલનું કોન્સનટ્રેશન વધી જાય છે. પણ તેનો રિપ્રોડક્શન રેટ વધી જાય છે. જે એક દર્દીથી વધુ દર્દીમાં ફેલાવો કરી શકે છે. માત્ર 1 માઈક્રો ગ્રામ પર મીટર સ્કેવરનું કન્સ્ટે્રસ વધે અને રિપોર્ડોક્શન રેટમાં પોઈન્ટ 25નો વધારો થઈ શકે છે. તેમજ કોરોનાના કેસમાં 15 ટકાનો ઉછાળો જોઈ શકાય છે. એટલુ જ નહિ, મૃત્યુદરમાં પણ 8 ટકાનો વધારો જોવા મળી શકે છે. તેથી સાયન્ટીફિક રિસર્ચ મુજબ, વહેલી સવારનું ધુમ્મસ હેલ્થ માટે નુકસાનકારક છે. તેથી આવા વાતાવરણમાં ચાલવા ન નીકળવું.
શિયાળામાં હવા ઠંડી થવાથી પ્રદૂષણનું સ્તર નીચેના લેયરમાં રહે છે. જેના કારણે વ્યક્તિના શ્વાસનતંત્ર પર પ્રતિકૂળ અસર થાય છે. વાતાવરણમાં ધુમ્મસ રહે તે દરમિયાન ઘરમાંથી બહાર નીકળવું ટાળવું જોઈએ તેવું ડો. શિતલ મિસ્ત્રીએ જણાવ્યું.