તેજશ મોદી/સુરત :સુરતના મજુરા ગેટ ખાતે આવેલ સિવિલ હોસ્પિટલમાંથી શંકાસ્પદ કોરોના વાઇરસનો દર્દી ભાગી જતા તંત્ર દોડતું થયું હતું. શરદી ખાંસી જણાતાં વરાછાનો 41 વર્ષનો શખ્સ સારવાર માટે આવ્યો હતો. આ શખ્સ 19 જાન્યુઆરીએ ચીનથી પરત ફર્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ પણ આ યુવાનને શોધવા લાગી છે.


સોનાના ભાવમાં સૌથી મોટો ઘટાડો, એક ઝાટકામાં થઈ ગયું આટલું સસ્તું...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

13 દિવસ પહેલાં જ ચીનથી આવેલા કોરોના વાયરસનો શંકાસ્પદ દર્દી સિવિલ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાંથી ભાગી ગયો છે. દર્દી આરએમઓને મળવા માટે જવાનું કહીને ભાગી ગયો હતો. આ ઘટનાની જાણ જ્યારે સિવિલના તબીબીને થઈ તો તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. દર્દીએ નોંધાવેલા નામ સરનામાને આધારે વરાછા અને ખટોદરા પોલીસ તેણે શોધમાં લાગી ગઇ છે. દર્દીને રાત સુધી પોલીસ શોધતી રહી. પોલીસ તેણી શોધ કરી રહી છે.


ભરૂચ : બહેનપણીના ઘરે બોલાવીને મહિલાએ વૃદ્ધના કપડા કાઢી બાથમાં લીધા... પણ કરી નાંખી મોટી ભૂલ 


સંપર્ક કરતા તે લગ્ન પ્રસંગમાં ગયો હોવાનું જાણ‌વા મળ્યું હતું. હાલ પરિવાર સાથે પોલીસ સંપર્ક સાધી રહી છે. 13 દિવસ પહેલા આવેલા દર્દીને મંગળવારે શરદી ખાંસી જણાતાં સુરત સિવિલના ડોકટરોએ પ્રાથમિક તપાસ માટે આઇસોલેશન વોર્ડમાં દાખલ કર્યો હતો. સાંજે સાડા પાંચ વાગ્યાના અરસામાં આરએમઓને મળવા માટે જવાનું કહીને દર્દી ભાગી ગયો હતો. યુવકના પરિવારજનોએ સિવિલ હોસ્પિટલનો સંપર્ક કરી યુવક લોહીના નમૂના આપવા અને ઓબ્ઝર્વેશન રૂમમાં રહેવા તૈયાર હોવાની ખાતરી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતમાં અત્યાર સુધી આશરે 8 જેટલા લોકો ચીનથી આવ્યા છે. ખાસ મેડિકલ ટીમ આવેલા લોકોનું 14 દિવસ ઓબ્ઝર્વેશન કરે છે અને શંકાસ્પદ જણાય તો સિવિલ હોસ્પિટલમાં મોકલી આપે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક