સાજા થયા બાદ પણ દર્દીઓનો પીછો નથી છોડી રહ્યો કોરોના, GBS નો શિકાર બની રહ્યા છે લોકો
કોરોનાના કેસ ભલે ઓછા થઈ રહ્યાં છે, પરંતુ કોરોનાની ગંભીર આડઅસરો હવે દેખાવા લાગી છે. કોરોનાને કારણે થઈ રહેલી આડઅસરોએ દર્દીઓની ચિંતા વધારી છે. કોરોનાથી સાજા થયા બાદ મ્યુકોરમાઇકોસીસ ફંગસથી કેટલાક પરેશાન થયા, તો હવે શરીરના અન્ય કેટલાક અંગો પર કોરોના વાયરસની આડઅસરો જોવા મળી રહી છે. કોરોનાની આડઅસરથી થતી બીમારીમાં એકાએક ઉછાળો જોવા મળી રહ્યો છે. મ્યુકોરમાઈકોસીસ બાદહ વે ગુલીયન બારે સિન્ડ્રોમ દર્દીઓને થતો હોવાનું સામે આવ્યું છે.
અતુલ તિવારી/અમદાવાદ :કોરોનાના કેસ ભલે ઓછા થઈ રહ્યાં છે, પરંતુ કોરોનાની ગંભીર આડઅસરો હવે દેખાવા લાગી છે. કોરોનાને કારણે થઈ રહેલી આડઅસરોએ દર્દીઓની ચિંતા વધારી છે. કોરોનાથી સાજા થયા બાદ મ્યુકોરમાઇકોસીસ ફંગસથી કેટલાક પરેશાન થયા, તો હવે શરીરના અન્ય કેટલાક અંગો પર કોરોના વાયરસની આડઅસરો જોવા મળી રહી છે. કોરોનાની આડઅસરથી થતી બીમારીમાં એકાએક ઉછાળો જોવા મળી રહ્યો છે. મ્યુકોરમાઈકોસીસ બાદહ વે ગુલીયન બારે સિન્ડ્રોમ દર્દીઓને થતો હોવાનું સામે આવ્યું છે.
GBS - 'ગુલીયન બારે સિન્ડ્રોમ' કે જેના માત્ર એક બે દર્દીઓ જોવા મળતા હતા, પરંતુ હવે તેના કેસોમાં પણ અચાનક વધારો નોંધાયો છે. જોકે કેટલાક અભ્યાસ મુજબ GBS એ કોરોનાને કારણે થઈ રહી હોય તેવું કહેવું યોગ્ય નથી. પરંતુ GBS ના કેસો અચાનક વધતા તે શું છે અને કેવી રીતે દર્દીઓને બનાવે છે શિકાર તે સમજવું જરૂરી બન્યું છે. એમડી ફિઝિશયન ડો. પ્રવાણી ગર્ગે આ બીમારીના લક્ષણો વિશે જણાવ્યું કે....
આ પણ વાંચો : રાજકોટથી રાજ્યસભાની ચૂંટણી અંગે મોટા સમાચાર, આ દિગ્ગજ નેતાને મળી શકે છે ટિકિટ
GBS - 'ગુલીયન બારે સિન્ડ્રોમ'ના લક્ષણો
- GBS માં સ્નાયુઓ તીવ્ર ગતિથી નબળા પડે છે, જેમાં વ્યક્તિમાં ચેપ સામે લડવાની સિસ્ટમ નબળી પડે છે જેની અસર ચેતાતંતુઓ પર પડે છે
- બેક્ટેરિયલ અથવા વાયરસના ચેપથી વ્યક્તિ GBS નો શિકાર બને છે.
- GBS માં સૌપ્રથમ પગમાં નબળાઈ અનુભવાય છે, ત્યારબાદ તેની અસર હાથ અને ચહેરા સુધી જોવા મળે છે
- હાથ અને પગમાં ઝણઝણાટી થવી અથવા ખાલી ચઢવી, હાથ, પગ અને પીઠમાં અસહ્ય પીડા એ GBS ના લક્ષણો છે
GBS એ વ્યક્તિને પેરાલિસિસનો શિકાર બનાવે છે. આ સમસ્યાનો ઈલાજ શક્ય છે, થોડા અઠવાડિયા બાદ યોગ્ય સારવાર લઈ દર્દી સાજો થઈ શકે છે. થોડા સમય બાદ સ્નાયુમાં નબળાઈ રહેતી નથી. આ સમસ્યામાંથી દર્દીને બચાવી લેવો શક્ય છે.
આ પણ વાંચો : ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં ‘રમર ભમર’ ગીત કાને પડી રહ્યું છે, તોડ્યા બધા રેકોર્ડ
તો બીજી તરફ અમદાવાદની સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં સ્વાદુપિંડ સડી જવાના કેસો બની રહ્યાં છે. પેટથી આંતરડાં અને સ્વાદુપિંડ જેવાં અંગોને લોહી પહોંચાડતી નસમાં બ્લોકેજ થતાં આંતરડું કાળું પડવાના તેમજ સ્વાદુપિંડ સડી જવાના કેસો સામે આવ્યા છે. સિવિલ હોસ્પિટલમાં 15 તેમજ બે ખાનગી હોસ્પિટલમાં 10 કેસો સામે આવ્યા છે. આવા કેસોમાં દર્દીનું કાળું પડી ગયેલું આંતરડું અને સડી ગયેલું સ્વાદુપિંડ કાઢવાની ફરજ પડી છે. તો બીજી તરફ ચોંકાવનારી માહિતી એ છે કે, જઠરથી લઇને મળમાર્ગ સુધીનું આખું આંતરડું કાળું પડી ગયું હોય એવા 5 દર્દીના મોત નિપજ્યા છે. આવા કિસ્સાઓમાં દર્દીને સામાન્ય પેટના દુખાવા થાય છે. તો સાથે જ દર્દીના પેટમાં અસહ્ય દુખાવો થતા પેટના સીટી સ્કેનમાં આંતરડું કાળું પડી ગયાનું તેમજ પેન્ક્રિયાસ સડી ગયાનો ખ્યાલ આવે છે. કોરોનાગ્રસ્ત અથવા કોરોનાથી સાજા થનાર તેમજ 50 વર્ષથી વધુ ઉંમર હોય અને ડાયાબિટીસ, હૃદયરોગ તેમજ હાઇ બ્લડપ્રેશરના દર્દીઓએ ખાસ સાવચેત રહેવાની જરૂર છે. આવા કિસ્સાઓમાં સર્જરી જ એકમાત્ર ઈલાજ સાબિત થાય છે.
આ પણ વાંચો : 68 વર્ષનો વર અને 65 વર્ષની વધૂ... બંને એક થતા પાનખર જેવા જીવનમાં વસંત આવી
કોરોનાથી બીજા મોટા સમાચાર બ્રિટનથી આવ્યા છે. બ્રિટનમાં કોરોના વાયરસ સ્વરૂપ બદલી રહ્યો હોવાના સમાચારોએ અનેક દેશોની ચિંતા વધારી છે. કોરોના વેકસીનના ભરોસે ઉજ્જવળ ભવિષ્ય જોઈ રહેલા વિશ્વ માટે મ્યુટેડ થઈ રહેલો વાયરસ નવો પડકાર બની શકે છે. કોરોનાના અગાઉ 300થી વધુ મ્યુટેશન જોવા મળ્યા છે, પણ આ મ્યુટેશનનું ટ્રાન્સમિશન 70 ટકા ઝડપી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ ઘટી રહ્યું છે પણ હવે બ્રિટનમાં જે મ્યુટેશન જોવા મળ્યું છે તેને અગાઉ કરતા વધુ ઘાતક માનવામાં આવી રહ્યું છે. હાલ વૈજ્ઞાનિકો માટે મ્યુટેડ થયેલો વાયરસ પણ અભ્યાસનો વિષય બન્યો છે, આ પણ કોરોનાની જેમ જ એક વ્યક્તિમાંથી બીજામાં ફેલાઈ રહ્યો છે. મ્યુટેડ વાયરસ જો બ્રિટનથી ભારત સુધી પહોંચે અથવા તેના સંબંધિત કેસો ભારતમાં પણ જોવા મળે તો સમસ્યા વધી શકે છે.