હિતલ પારેખ, ગાંધીનગર : રાજ્ય સરકાર રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ના ચેપ પર બાજનજર રાખી રહી છે અને સવારસાંજ નિયમિત રીતે જાણકારી આપે છે. આજે સાંજે કોરોના મુદ્દે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, આજે કોરોના વાયરસના વધુ 7 પોઝિટિવ કેસ નોંધાયા છે. વડોદરામાં આજે 5 કોરોના પોઝિટિવ આવ્યા છે. જ્યારે ભાવનગરમાં 1 દર્દીનું મોત થયું છે એજ વિસ્તારમાંથી બે નવા કેસ પોઝિટિવ આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં કુલ 186 કોરોનાના કેસમાંથી 145 હાલ એક્ટિવ છે. આમ, બુધવારે બપોર બાદ વડોદરાના નાગરવાડામાં 5 અને ભાવનગરમાં 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના વાયરસના કુલ 186 કેસ નોંધાયા છે. તેમજ અત્યાર સુધીમાં 16 દર્દીઓના મોત થઈ ચૂક્યા છે. જ્યારે 25 જેટલા દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે.


ભાવનગર અને વડોદરામાં કોરોનાના સંક્રમણમાં ઝપાટાભેર વધારો થઈ રહ્યો છે ત્યારે ભાવનગર મહાનગર પાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભાવનગર મહાનગર પાલિકાએ 3 વિસ્તાર વડવા સીદીવાડ, સાંઢિયાવાડ અને મઢિયાફળીના ક્લસ્ટર કન્ટેમ્પમેન્ટ એરિયાના નકશા જાહેર કર્યા છે. આ વિસ્તારમાં લોકો ઘરની બહાર નહીં નિકળી શકે. વડોદરાના નાગરવાડા વિસ્તારમાં આરોગ્ય વિભાગની તપાસ દરમિયાન 5 નવા કોરોના વાયરસના પોઝિટિવ કેસ મળી આવ્યા છે. આ વિસ્તારમાંથી વધુ 300 જેટલા સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube