સુરત : ડી માર્ટનો કોરોના પોઝિટિવ યુવક ડિસ્ચાર્જ, કુલ પોઝિટિવ કેસની સંખ્યા 60
સુરતમાં આજે વધુ નવ કેસો પોઝિટિવ આવ્યા છે. આજના દિવસમાં કુલ 16 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 60 થઈ છે. હાલમાં તો દર્દીઓના પરિજનોને ક્વોરોન્ટાઈન કરાયા છે.
સુરત : કોરોનાનો ભોગ બનેલા સુરતના 22 વર્ષના યુવકને આજે હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે. મંગેશ વનારે નામનો આ યુવક પાંડેસરા સ્થિત ડી માર્ટમાં કામ કરતો હતો. 31 માર્ચે તેનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને નવી સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો. સરકારી હોસ્પિટલમાં લાંબી સારવાર બાદ આ યુવકના રિપોર્ટ નેગેટિવ આવતા અને તે સંપૂર્ણ સ્વસ્થ થઈ જતાં તેને આજે રજા અપાઈ હતી.
જોકે સુરતમાં આજે વધુ નવ કેસો પોઝિટિવ આવ્યા છે. આજના દિવસમાં કુલ 16 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 60 થઈ છે. હાલમાં તો દર્દીઓના પરિજનોને ક્વોરોન્ટાઈન કરાયા છે.
હોસ્પિટલમાં 15 દિવસની સારવાર બાદ કોરોનાને હરાવીને ઘરે આવેલા મંગેશનું તેની સોસાયટીમાં જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. યુવકનો પોઝિટિવ રિપોર્ટ આવ્યા પરિવારના સભ્યોને ક્વોરેન્ટાઈનમાં મૂકયા હતા. સુરત મહાનગરપાલિકા દ્વારા તેઓને સમરસ હોસ્ટેલના ક્વોરેન્ટાઈન વોર્ડમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં પરિવારના 4 સભ્યોમા કોરોના શંકાસ્પદ લક્ષણ દેખાતા તમામને નવી સિવિલ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ સિવાય મંગેશની સાથે કામ કરતા ડી માર્ટના કર્મચારીઓને કોરેન્ટાઇન કરાયા હતા અને ડી માર્ટ બંધ કરી દેવાયું હતું. 100 લોકોને પણ ક્વોરન્ટાઈન કરાયા હતા, અને ડી માર્ટ બંધ કરી દેવાયું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube