કોરોના વિરુદ્ધ ભારતના અભિયાનનાં સમગ્ર વિશ્વમાં થઇ રહ્યા છે વખાણ, WHO એ પણ કહ્યું વાહ
કોરોના વાયરસે (Corona Virus) સમગ્ર વિશ્વમાં આતંક મચાવી રાખ્યો છે. આ વાયરસના કારણે સમગ્ર વિશ્વમાં હજારો લોકોના મોત થઇ ચુક્યા છે. દરરોજ નવા કેસ સામે આવી રહ્યા છે. આ તરફ કોરોના વિરુદ્ધ ભારત દ્વારા ઉઠાવાઇ રહેલા પગલાઓની સમગ્ર વિશ્વમાં સરાહના થઇ રહી છે. WHO એટલે કે વિશ્વ સ્વાસ્થય સંગઠને ભારતના ખુબ જ વખાણ કરી રહ્યા છે. WHOએ કહ્યું કે, કોરોના વિરુદ્ધ ભારતે કારગર પગલા ઉઠાવ્યા છે. બસ, ટ્રેન અને મેટ્રોને બંધ કરવાનો એક સારો નિર્ણય છે.
નવી દિલ્હી : કોરોના વાયરસે (Corona Virus) સમગ્ર વિશ્વમાં આતંક મચાવી રાખ્યો છે. આ વાયરસના કારણે સમગ્ર વિશ્વમાં હજારો લોકોના મોત થઇ ચુક્યા છે. દરરોજ નવા કેસ સામે આવી રહ્યા છે. આ તરફ કોરોના વિરુદ્ધ ભારત દ્વારા ઉઠાવાઇ રહેલા પગલાઓની સમગ્ર વિશ્વમાં સરાહના થઇ રહી છે. WHO એટલે કે વિશ્વ સ્વાસ્થય સંગઠને ભારતના ખુબ જ વખાણ કરી રહ્યા છે. WHOએ કહ્યું કે, કોરોના વિરુદ્ધ ભારતે કારગર પગલા ઉઠાવ્યા છે. બસ, ટ્રેન અને મેટ્રોને બંધ કરવાનો એક સારો નિર્ણય છે.
અત્યાર સુધી 21 રાજ્યોમાં લોકડાઉન, દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા વધીને 467 પર પહોંચી
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસનાં કહેરના કારણે ભારતમાં 22 માર્ચ સુધી જનતા કર્ફ્યું લગાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ દેશનાં 21 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં અત્યાર સુધી લોકડાઉન લાગુ થઇ ચુકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક રાજ્યોના મુખ્યમંત્રીએ લોકોને ઘરેથી રહેવાની અપીલ કરી છે. મહારાષ્ટ્ર પંજાબ જેવા રાજ્યોએ તો કર્ફ્યુ લગાવી દીધો છે. દિલ્હીનાં સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે, જો કોઇ લોકડાઉનનું પાલન નહી કરવામાં આવે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 433 છે. સ્વાસ્થય અનુસાર અત્યાર સુધી તેમાંથી 24 દર્દીઓ સંપુર્ણ રીતે સારા થઇ ચુક્યા છે. જ્યારે 9 લોકોનાં મોત થઇ ચુક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube