હિતલ પારેખ, ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાયરસે કહેર મચાવ્યો હતો. રાહતની વાત છે કે છેલ્લા કેટલાક દિવસથી કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. કોરોના કાળમાં અનેક લોકો આ મહામારીનો ભોગ બન્યા છે. તેમાં સરકારી કર્મચારીઓ પણ સામેલ છે. રાજ્ય સરકારે કોરોના કાળમાં કામ કરી રહેલા ડોક્ટર, નર્સ, પોલીસ સ્ટાફ, ફ્રંટલાઇન વર્કર્સને કોરોના વોરિયર્સ જાહેર કર્યા હતા. તો હવે એસટી નિગમના કર્મચારીઓએ પણ તેમને કોરોના વોરિયર્સ જાહેર કરવાની માંગ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એસટી નિગમના કર્મચારીઓની માંગણી
ગુજરાત એસટી નિગમના કર્મચારીઓ દ્વારા પોતાને પણ કોરોના વોરિયર્સ તરીકે જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. મહત્વનું છે કે કોરોના કાળમાં પણ એસટીની કામગીરી ચાલી રહી છે. અનેક એસટી કર્મચારીઓ પણ કોરોનાથી સંક્રમિત થયા હતા. એટલે હવે તેઓ પણ રાજ્ય સરકાર પાસે માંગ કરી રહ્યાં છે.


આ પણ વાંચોઃ Night curfew: લોકોને મળી શકે છે છૂટછાટ, હળવા થશે પ્રતિબંધો, આજે થશે જાહેરાત  


અમારા 150થી વધુ કર્મચારીઓના મોત થયાઃ યુનિયનનો દાવો
ગાંધીનગર ડેમો મહામંડળના સેક્રેટરી નરેન્દ્ર ચૌહાણે કહ્યુ કે, કોરોના કાળમાં એસટીના 2 હજારથી વધુ કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. તો અમારા 150થી વધુ કર્મચારીઓના મૃત્યુ પણ થયા છે. કોરોના સંક્રમણના મુશ્કેલ સમયમાં અમારા કર્મચારીઓ પણ કામ કરી રહ્યાં છે. 


મહામંડળે માંગ કરી કે અમારા કર્મચારીઓને કોરોના વોરિયર્સ જાહેર કરવામાં આવે અને દરેક જિલ્લામાં સંક્રમિત કર્મચારીઓની સારવાર માટે વ્યવસ્થા કરવામાં આવે. ગાંધીનગર ડેપો મહામંડળે કોરોના કાળમાં મૃત્યુ પામેલા કર્મચારીઓને શ્રદ્ધાંજલિ આપી પોતાની માંગણીઓ રજૂ કરી હતી. 
 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube