હોટલ્સે કોરોનાનો બનાવ્યો બિઝનેસ? દર્દી ઇચ્છે તો 5 સ્ટાર હોટલમાં કોર્પોરેશન આપશે સારવાર
ગુજરાતમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. પોઝિટિવ દર્દીઓની સારવાર અને સુવિધા માટે કોવિડ હોસ્પિટલ અને કેર સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. જ્યાં તેમને રાખવામાં આવશે અને સારવાર આપવામાં આવશે. જો કે આમાં ભાડુ દર્દીએ પોતે ચુકવવાનું રહેશે. જ્યારે સારવારનો તમામ ખર્ચ સરકાર દ્વારા ઉઠાવવામાં આવશે. કોર્પોરેશન દ્વારા આ અનોખો પેઇડ કોવિડ સેન્ટરની શરૂઆત કરવામાં આવશે.
અમદાવાદ : ગુજરાતમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. પોઝિટિવ દર્દીઓની સારવાર અને સુવિધા માટે કોવિડ હોસ્પિટલ અને કેર સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. જ્યાં તેમને રાખવામાં આવશે અને સારવાર આપવામાં આવશે. જો કે આમાં ભાડુ દર્દીએ પોતે ચુકવવાનું રહેશે. જ્યારે સારવારનો તમામ ખર્ચ સરકાર દ્વારા ઉઠાવવામાં આવશે. કોર્પોરેશન દ્વારા આ અનોખો પેઇડ કોવિડ સેન્ટરની શરૂઆત કરવામાં આવશે.
કડીનો ઐતિહાસિક નિર્ણય: સમગ્ર શહેર સ્વયંભૂ કર્ફ્યુનું કરશે પાલન
એસજી હાઇવે પર આવેલી ધ ફર્ન નામની 5 સ્ટાર હોટલ ફર્નમાં પેઇડ કોવિડ સેન્ટર ઉભુ કરવામાં આવ્યું છે. જેમાં કોર્પોરેશન દ્વારા મેડિકલ અને ડોક્ટરની સુવિધા આપવામાં આવશે. જો કે રહેવા અને જમવાનો ખર્ચ દર્દીએ પોતે ચુકવવાનો રહેશે. જો કે આ રોગને અનુરૂપ ડાયેટ હોટલ અને કોર્પોરેશ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. તે મેનુ અનુસાર ઓર્ડર કરી શકાશે.
દવાના બહાને લોકડાઉનનો ભંગ કર્યો તો ખેર નથી, કેમિસ્ટ એસોસિએશને લીધો મોટો નિર્ણય
સામાન્ય ટેરિફ કરતા 35 ટકા ઓછુ ટેરિફ દર્દી માટે નક્કી કરવામાં આવ્યો છે. આ કેર સેન્ટરમાં તબીબી ખર્ચ કોર્પોરેશ દ્વારા ઉઠાવવામાં આવશે. તે સિવાયનો અન્ય તમામ ખર્ચ દર્દીએ પોતે ભોગવવાનો રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, કેટલાક દર્દીઓ દ્વારા હોસ્પિટલમાં પુરતી વ્યવસ્થા નહી જળવાતી હોવાની અને ભોજન મુદ્દે ફરિયાદો કરવામાં આવી રહી છે. તેવામાં કોર્પોરેશન દ્વારા આ પગલુ ઉઠાવાયું છે.
શહેરની ત્રણ ખ્યાતનામ હોટલમાં વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત હોટલમાં રહેલા દર્દીને પ્રતિ દિવસ 3 હજાર રૂપિયા ભાડુ હોટલે ચુકવવું પડશે. આ ઉપરાંત હોટલમાં રહેલા દર્દીની સારવાર માટે રહેલા નર્સ અને ડોક્ટરને પણ હોટલમાં રાખવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube