ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે રાજ્ય સરકાર સતત પ્રયાસ કરી રહી છે. આ વચ્ચે લોકોને માહિતી આપવા માટે કોવિડ ટાસ્ક ફોર્ના નિષ્ણાંત ડોક્ટરોએ એક પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં અનેક મહત્વની જાણકારી આપવામાં આવી છે. કોવિડ ટાસ્ક ફોર્સે કહ્યુ કે, રેમડેસિવિરથી કોરોનાના દર્દીઓનો જીવ બચાવી શકાય નહીં. તે કોઈ રામબાણ ઈલાજ નથી. આ સાથે કોવિડ ટાસ્ક ફોર્સે રાજ્યમાં કોરોનાની સારવાર માટે બે નવી દવાઓને સામેલ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોવિડ પ્રોટોકોલમાં આ બે નવી દવા સામેલ
રાજ્ય સરકારની કૉવિડ-19 માટે તજજ્ઞ ડૉક્ટર્સની ટાસ્ક ફોર્સના વરિષ્ઠ સભ્યોએ આજે પત્રકાર પરિષદ સંબોધિ હતી. જેમાં ટ્રીટમેન્ટ પ્રોટોકોલ વિશે વાત કરી હતી. રાજ્યમાં કોરોનાની સારવાર માટેના પ્રોટોકોલમાં ફેવીપિરાવીર અને આઈવરમેક્ટિન નામની બે દવાઓ સામેલ કરવામાં આવી છે. 


આ પણ વાંચોઃ કોવિડ ટાસ્ક ફોર્સ: રેમડેસિવિર ઉપયોગી હોવાના કોઈ પૂરાવા નથીઃ જયંતિ રવિ  


ઓક્સિજન ઘટે તો કરો આ પ્રયોગ
કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય ડો. તુષાર પટેલે કહ્યુ કે, ઓક્સિજનની ઉણપ થાય ત્યારે તે ફેફસાને અસર કરે છે. ફેફસાના નીચેના ભાગમાં વધુ અસર જોવા મળે છે. પેટ પર ઊંધા સુવાનો સરળ ઉપાય તેના માટે છે. તેમણે સ્વીકાર કર્યો કે, અત્યારે બેડની અછત છે. આઈસીયૂ બેડ બધા પાસે લિમિટેડ છે. 


થર્ડ વર્લ્ડ વોર છે આ. વાયરસ સામેની લડાઈ છેઃ ડો. શાહ
ડોક્ટર શાહે કહ્યુ કે, દર્દીએ જાતે ડોવાની જરૂર નથી. ડોક્ટરને સારવાર કરવા દો. તેમણે કહ્યું કે, આ બીજો વેવ છે જો ત્રીજો વેવ ન લાવવો હોય તો સહયોગ આપવો પડસે. ત્રીજો વેવ ન આવે તે માટે આપણે પ્રયાસ કરી રહ્યાં છીએ. ડો. શાહે કહ્યુ કે, લોકો ડિપ્રેશનમાં આવી ગયો છે. લૉકડાઉન કોઈ વિકલ્પ નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube