અમદાવાદ : કોરોનાના બીજા વેવ બાદ હવે વેક્સિન લેવા માટે વેક્સિનેશન સેન્ટરોની બહાર લાઇનો લાગી રહી છે. જો કે સરકારે જાહેરાત તો કરી દીધી પરંતુ સરકાર પાસે વેક્સિન નથી. તેવામાં હવે રાજ્ય સરકારે સીરમ ઇન્સ્ટીટ્યુટને 2 કરોડ અને ભારત બાયોટેકને 50 લાખ વેક્સિનનાં ડોઝનો ઓર્ડર આપ્યો છે. જેમાં સીરમ ઇન્સિટ્યુટન બાદ હવે ભારત બાયોટેકની કોવેક્સિનનો જથ્થો તબક્કાવાર રીતે અમદાવાદ એરપોર્ટ પર આવી રહ્યો છે. આ જથ્થો હૈદરાબાદથી ઇન્ડિગો એરલાઇન દ્વારા અમદાવાદ એરપોર્ટ ખાતે લવાયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ જથ્થાને ફાળવણી સરકાર દ્વારા અલગ અલગ જિલ્લાઓને તબક્કાવાર રીતે કરવામાં આવશે. જો કે સરકાર સતત પ્રયાસો કરી રહી છે કે , યુવાનોનું મહત્તમ વેક્સિનેશન થાય. ડોક્ટર્સનું માનવું પણ છે કે મહત્તમ વેક્સિનેશનથી ત્રીજી લહેર પર મહદઅંશે કાબુ મેળવી શકાશે. જે વ્યક્તિએ વેક્સિન લીધી હશે તે કોરોનાથી રક્ષણ મેળી શકશે. 


અત્રે ઉલ્લેખનીય છે કે, નિષ્ણાંતો માવી રહ્યા છે કે, વેક્સિનથી કોરોના નહી થાય તેવું નથી પરંતુ કોરોના થશે તો તે ખુબ જ ગંભીર નહી બને. વ્યક્તિ હોમ આઇસોલેટેડ રહીને જ રોગને હરાવી શકશે. એટલે કે સામાન્ય તાવ આવ્યો હોય અને 2-5 દિવસ ઘરે રહીને વ્યક્તિ સાજો થઇ જાય તે પ્રકારે કોરોના પણ ઘરે જ સાજો થઇ જશે. હાલ જે પ્રકારે મૃત્યુ થઇ રહ્યા છે તે પ્રકારે મૃત્યુ નહી થાય. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube