AHMEDABAD માં કોરોનાની ગંભીર સ્થિતી, સિવિલ હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સની લાઇનો જોઇ થથરી જશો
કોરોનાને કારણે અમદાવાદની સ્થિતી ખુબ જ ભયજનક બની છે, જેના કારણે હવે અમદાવાદની મોટા ભાગની હોસ્પિટલો ફુલ થઇ ચુકી છે. દર્દીઓને દાખલ કરવા માટે જગ્યા નથી જ્યારે સરકાર સબ સલામતના બણગાફૂંકી રહી છે. બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં સતત એમ્બ્યુલન્સોનો ધસારો જોવા મળી રહ્યો છે. જેના પગલે એમ્બ્યુલન્સની લાંબી લાંબી લાઇનો લાગી છે. એમ્બ્યુલન્સમાંથી પણ અતિ સીરિયર હોય તે પ્રકારનાં દર્દીઓને પ્રાથમિકતા અપાઇ રહી છે.
અમદાવાદ : કોરોનાને કારણે અમદાવાદની સ્થિતી ખુબ જ ભયજનક બની છે, જેના કારણે હવે અમદાવાદની મોટા ભાગની હોસ્પિટલો ફુલ થઇ ચુકી છે. દર્દીઓને દાખલ કરવા માટે જગ્યા નથી જ્યારે સરકાર સબ સલામતના બણગાફૂંકી રહી છે. બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં સતત એમ્બ્યુલન્સોનો ધસારો જોવા મળી રહ્યો છે. જેના પગલે એમ્બ્યુલન્સની લાંબી લાંબી લાઇનો લાગી છે. એમ્બ્યુલન્સમાંથી પણ અતિ સીરિયર હોય તે પ્રકારનાં દર્દીઓને પ્રાથમિકતા અપાઇ રહી છે.
Jamnagar: સૌરાષ્ટ્રને શર્મસાર કરતો કિસ્સો, પોલીસ જવાન મહિલા સાથે જાહેરમાં ભાન ભુલ્યો
અમદાવાદમાં કોરોના વાયરસનાં કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલનાં 1200 બેડની હોસ્પિટલનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એમ્બ્યુલન્સની લાંબી લાંબી કતારો જોઇ શકાય છે. દર્દીઓને એમ્બ્યુલન્સમાંથી ઉતારીને ક્યાં દાખલ કરવા તે સૌથી મોટો સવાલ છે.
વર મરો વરની માં મરો પણ ઢોલીના પૈસા ભરો, ગુજરાતની કફોડી સ્થિતિ છતા નિંભર સરકાર ચૂંટણી મુદ્દે અડીયલ
સિવિલ કેમ્પસની હોસ્પિટલમાં હવે ધીરે ધીરે બેડ ભરાઇ રહ્યા છે. જેના કારણે નવા દર્દીઓનું શું કરવું તે ચિંતાનો વિષય છે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, સ્મશાનોમાં પણ અંતિમ સંસ્કાર કરવા માટે ડેડબોડીઓનો ઠઠ ખડકાયેલો છે. જેના કારણે અંતિમ સંસ્કારમાં પણ લાંબી લાંબી લાઇનો લાગેલી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube