રાજકોટમાં કોરોનાની ભયાનક થતી સ્થિતી, 520 કેસ આવતા જ CM તત્કાલ સમીક્ષા માટે રવાના
કોરોનાના સતત વધી રહેલા ગ્રાફને જોતા મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતી કાલે (09 એપ્રીલ) ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા કરવા માટે આવશે, તંત્રની તૈયારીઓનો પણ તાગ મેળવશે.
રાજકોટ : કોરોના કેસની સંખ્યાની સાથે સાથે મોતની સંખ્યામાં પણ ખુબ જ ઝડપથી વધારો થઇ રહ્યો છે. મોતનો આંકડો પણ ખુબ જ મોટો છે. તેવામાં તંત્ર દ્વારા સત્ય છુપાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હોય તેવી સ્થિતી છે. સરકારી ચોપડે પણ કાલે 5 લોકોનાં જ મોત હોવાનું દેખાડવામાં આવી રહ્યું છે. આજે શહેરમાં રેકોર્ડબ્રેક 520 કેસ નોંધાયા છે. જેના પગલે કુલ કેસની સંખ્યા 21429 પર પહોંચી ચુકી છે. ધોરાજી-ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમના પરિવારમાં બીજા બે સભ્યોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોનાની વધતી સ્થિતીને જોતા આજે મુખ્યમંત્રી રૂપાણી રાજકોટ આવશે. કલેક્ટર, મ્યુનિસિપલ કમિશ્નર સાથે કોરોના સંદર્ભે બેઠક કરશે.
AHMEDABAD માં BRTS-AMTS કોરિડોરનો ઉપયોગ સામાન્ય વાહન ચાલકો કરી શકશે, આ રહેશે નિયમ
રાજકોટમાં અગાઉના બે રાઉન્ડમાં કોરોના પોઝિટિવ હોય તેવા કેસમાં તેમના પરિવારને સંક્રમણ થયા હોય તેવા કિસ્સા ખુબ જ ઓછા આવતા હતા. જો કે રાજકોટમાં અને ગુજરાતમાં હવે એક નવી પેટર્ન જોવા મળી રહી છે. જેમાં સમગ્ર પરિવાર જ કોરોના સંક્રમિત થઇ જતા હોય છે. એવા અનેક કિસ્સા સામે આવ્યા જેમાં જે વ્યક્તિ કોરોના સંક્રમિત હોય તેના આખા પરિવારનો રિપોર્ટ કરતા તે તમામ લોકો પોઝિટિવ આવતા હોય છે.
કોરોનાનો આંકડો ભલે મોટો આવે પરંતુ ટેસ્ટિંગ અને ટ્રેસિંગ પર ખાસ ધ્યાન આપો: PM મોદીની અપીલ
રાજકોટમાં કોરોનાના સતત વધી રહેલા કેસોને ધ્યાને રાખીને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા પગલાઓ લેવામાં આવી રહ્યા છે. વધતા કેસોને ધ્યાનમાં રાખી રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 10માં આવેલા અમૃત ઘાયલ કોવીડ સેન્ટરની આજે મુલાકાત લીધી હતી. નાગરિકોના ખત ખબર પુછ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube