અમદાવાદ : ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થયા બાદ હવે ધીરે ધીરે કાબુમાં આવી રહી છે. ગુજરાતમાં હવે કોરોનાના કુલ કેસ કરતા રિકવર થઇ રહેલા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. રાજ્યમાં કોવિડ 19થી સાજા થનારા દર્દીઓની સંખ્યામાં પણ સતત વધારો થઇ રહ્યો છે. આજે 14,931 દર્દીઓ સાજા થયા છે. નવા 11,593 કેસ જ આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં આજે કુલ 2,07,700 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 5,47,935 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર પણ 79.11 ટકાએ પહોંચી છે. 


અત્યાર સુધીમાં કુલ 1,03,94,150 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 33,55,185 લોકોનું બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થયું છે. આ પ્રકારે કુલ 1,37,49,335 રસીકરણનાં ડોઝ આપવામાં આવ્યા. આજે 18થી 44 વર્ષ સુધીનાં 29,817 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું તેમ જ60 વર્ષ વધારે વયના અને 45થી 60 વર્ષનાં કુલ 35,180 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 1,32,466 વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ કરાયું. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીની ગંભીર આડઅસર જોવા મળી નથી. 


રાજ્યમાં હાલ 1,36,158 એક્ટિવ કેસ છે. જે પૈકી 792 લોકો વેન્ટિલેટર પર છે. 1,35,366 લોકો સ્ટેબલ છે. 5,47,935 ડીસ્ચાર્જ આપવામાં આવ્યું છે. 8511 લોકોનાં મોત થયા છે. આજે કોરોનાને કારણે કુલ 117 લોકોનાં મોત નિપજ્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube