અતુલ તિવારી/અમદાવાદ : કોરોનાના RTPCR ટેસ્ટ સરળતાથી થઈ શકે તેવી સરળ પદ્ધતિ સામે આવી છે. અમદાવાદના સિવિલ કેમ્પસમાં આવેલી ડેન્ટલ હોસ્પિટલ દ્વારા દર્દીના થૂંક લઈને કોરોના ટેસ્ટિંગ કરી તેની સાત્યતા ચકાસવામાં આવી છે. કોઈપણ સામાન્ય વ્યક્તિ પોતાના થૂંકના સેમ્પલ જાતે જ લેબમાં મોકલીને સરળતાથી ટેસ્ટિંગ કરાવી શકે તે પ્રકારે ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સંદર્ભે વાત કરતા ડેન્ટલ હોસ્પિટલના ડીન ડોક્ટર ગિરીશ પરમારે ઝી 24 કલાક સાથે વાત કરતા જણાવ્યું કે થૂંકના માધ્યમથી કરાયેલા RTPCR ટેસ્ટના 88 ટકા પરિણામ સાચા સાબિત થયા છે. અમે સિવિલ કેમ્પસમાં આવેલી 1200 બેડ હોસ્પિટલમાં દાખલ કોરોના પોઝિટિવ દર્દીઓના થૂંકના સેમ્પલ કલેક્ટ કરી તેના RTPCR રિપોર્ટ કર્યા હતા, એ તમામ પોઝિટિવ દર્દીઓ હતા, જેમના થૂંકના સેમ્પલ લઈ ટેસ્ટ કરતા 88 ટકા પરિણામ સાચા મળ્યા છે. 


થૂંકના સેમ્પલ લઈ RTPCR કરવું એટલે સેમ્પલ ક્લેક્ટિંગ મેથડ બદલીને અગાઉ કરતા સરળ કરવામાં આવી છે. દર્દી જાતે પોતાનું સેમ્પલ કલેક્ટ કરી લેબમાં મોકલી શકે છે ત્યારબાદ આગળની ટેસ્ટિંગની કાર્યવાહી હાલ જે પ્રમાણે થાય છે એ જ મુજબ સમાન જ હોય છે. ગયા માર્ચ મહિનામાં થૂંકના સેમ્પલ લઈ ટેસ્ટિંગ કરવા સરકાર પાસેથી મંજૂરી મેળવી હતી. અન્ય કમિટીઓની મંજૂરી લઈને અભ્યાસ હાથ ધર્યો હતો.


અમદાવાદ અને સુરતમાં કોરોના પોઝિટિવ દર્દીઓના થૂંકના 309 સેમ્પલ કલેક્ટ કર્યા હતા. હાલ થતા RTPCR ટેસ્ટિંગમાં નાક અને ગળામાંથી સ્વૉબ લેવાની ફરજ પડે છે, જેમાં કેટલાકને મુશ્કેલી પણ થાય છે, અનેક લોકોમાં સ્ટીકને કારણે ગભરાટ પણ જોવા મળે છે. હાલ જે પદ્ધતિથી ટેસ્ટ કરવામાં આવે છે એમાં મેન પાવરનો વપરાશ થાય છે, પણ જો થૂંકનું સેમ્પલ લઈને ટેસ્ટિંગ કરીએ તો મેન પાવરની જરૂર રહેશે નહીં. અમે અમારા રિપોર્ટ - ડેટા ICMR ને પણ મોકલી આપ્યા છે. થૂંકના સેમ્પલના માધ્યમથી RTPCR ટેસ્ટ કરીએ તો સ્વસ્થકર્મીઓની કેટલીકવાર જે અછત થાય છે એ ઓન નિવારી શકાશે અને લોકો જાતે જ પોતાનું સેમ્પલ લેબ સુધી પહોંચાડી પોતાનો રિપોર્ટ મેળવી શકશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube