અમદાવાદ : જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરને ધ્યાને રાખીને બાળકો પર એક સર્વે હાથ ધરાયો હતો. આ સર્વેના આધારે બાળકોમાં રિસ્ક ફેક્ટર હોય તેવા બાળકોની બીમારી, નબળાઇ કે કુપોષણ જેવા પાસાઓને ધ્યાને રાખીને તેમનું નિદાન કરવામાં આવશે. જિલ્લાનાં વિવિધ ગામોમાં 1.60 લાખ બાળકોનો સર્વે કરાયો હતો. જેમાં 1600 બાળકોમાં રિસ્ક ફેક્ટર જોવા મળ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અંગે અમદાવાદ કલેક્ટરે જણાવ્યું કે, કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાને લઇને અમદાવાદ જિલ્લામાં બાળકોનો સૌપ્રથમ ચોંકાવનારો સર્વે હાથ ધરાયો છે. જેમાં જિલ્લાના અલગ અલગ ગામોમાં 0 થી 5 વર્ષના 1.60 લાખ બાળકોનો સર્વે કરવામાં આવ્યો છે. આ સર્વેમાં જાણવા મળ્યું કે, 1600 બાળકો એવા છે જેમના પર સૌથી વધારે જોખમ ધરાવે છે. તેની પાછળનું કારણ કુપોષણ, કોઇ બિમારી અથવા અન્ય કારણોથી તેમની રોગપ્રતિકારક શક્તિ સામાન્ય કરતા ઓછી હોય તેવા બાળકોની ઓળખ કરીને તેમની સારવાર માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. 


આવા બાળકોને સંક્રમણની મહત્તમ શક્યતા છે. જેથી આવા બાળકોનું મોનિટરિંગ કરવા માટે કન્ટ્રોલ રૂમમાંથી નજર રખાઇ રહી છે. ત્રીજી લહેરને ધ્યાને રાખીને સોલા સિવિલમાં ખાસ બાળકો માટેનો વોર્ડ તૈયાર કરાયો છે. જેમાં ICU થી માંડી વેન્ટીલેટર સહિત 100 બેડની વ્યવસ્થા કરાઇ છે. જિલ્લા તંત્ર સતત ત્રીજી લહેર માટેની તૈયારીઓ કરી રહ્યુ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube