ગાંધીનગર : કોરોના (Corona) વાયરસ (Virus) ફરી એકવાર ગુજરાતમાં બેકાબુ બની રહ્યો છે. ત્યારે શાળા (School)ઓ ચાલુ કર્યા બાદ સરકારની સ્થિતી ચિંતાજનક બની છે. ધોરમ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સ્કુલોમાં શૈક્ષણિક કાર્ય શરૂ કરી દેવાયું છે. ત્યાર બાદ તબક્કાવાર અન્ય દોરણના ક્લાસ પણ શરૂ થયા હતા. જો કે મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પુર્ણ થયા બાદ રાજ્યના અલગ અલગ શહેરો અને જિલ્લાઓમાં કોરોના (Corona)ના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. જેના કારણે વાલીઓ, વિદ્યાર્થીઓની તથા શિક્ષણ જગતમાં પણ હવે ચિંતા જોવા મળી રહી છે. તો બીજી તરફ સરકાર પણ હવે શાળા (School)ઓ શરૂ કર્યા બાદ ન ગળાય ન કઢાય તેવી સ્થિતી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુવતી કેનાલમાં કૂદી આપઘાત કરે તે પહેલા જાણો દેવદૂત બની કોણ આવ્યું, હાથ પકડી બચાવ્યો જીવ


જો કે હાલનાં તબક્કે તો સરકાર દ્વારા શાળા (School)ઓમાં કોરોના (Corona)ની ગાઇડ લાઇનનું ચુસ્ત પાલન કરવા માટે અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત શિક્ષક કે વિદ્યાર્થીને કોરોના (Corona) થાય તો તત્કાલ સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરવા માટે અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત તેના સંપર્કમાં આવેલાવિદ્યાર્થીઓનું પણ પણ તત્કાલ સ્ક્રિનિંગ કરવા માટે આદેશ અપાયા છે. શિક્ષણમંત્રીએ જણાવ્યું કે, શાળા (School)માં કોરોના (Corona)ના કેસ વધી જતા શિક્ષણ વિભાગ ફરી એકવાર સક્રિય થયું છે. અધિકારીઓને આદેશ અપાયા છે કે, શાળા (School)ઓ ચુસ્ત પણે કોરોના (Corona) ગાઇડ લાઇનનું ચુસ્ત પાલન થાય તે જોવાનો આદેશ અપાયો છે. 


કથાકાર મોરારીબાપુએ લીધી કોરોના વેક્સીન


અત્રે ઉલ્લેખનીય છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પુર્ણ થયા બાદ કોરોના (Corona)ના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સોમવારે રાજ્યના 5 જિલ્લામાં એક પણ કેસ નહોતો. છેલ્લા 24 કલાકમાં 555 કેસ નોંધાયા હતા. 482 દર્દી સાજા થયા હતા. જો કે જે પ્રકારે નેતાઓએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બેફામ વર્તન કર્યું છે તે જોતા હવે સ્થિતી ચિંતાજનક બની છે. હાલ રાજ્યમાં એક્ટિવ કોરોના (Corona)ના કેસ પણ 3 હજારને પાર પહોંચ્યા છે. સ્થિતી વધારે ચિંતાજનક બની છે. જેના પગલે સરકાર દ્વારા તમામ પ્રકારે કડકાઇ દેખાડવાનું ફરી એકવાર શરૂ કર્યું છે. 


.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube