હિતલ પારેખ, ગાંધીનગર: ધીરે ધીરે ગુજરાતમાં પણ કોરોના વાયરસ ખતરનાક સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે વિધાનસભા ગૃહમાં જાહેરાત કરી કે ગુજરાતમાં કોરોના વાયરસ બીજુ સ્ટેજ પૂરું કરીને ત્રીજા સ્ટેજમાં પ્રવેશી ચૂક્યો છે. કોરોના વાયરસની વિશ્વમાં મોટી અસર થઈ છે અને ભારતમાં પણ મોટાભાગના રાજ્યો કોરોનાની ઝપેટમાં આવ્યાં છે. ગઈ કાલે સુધી ગુજરાતમાં કોરોનાના 18 કેસ હતાં જે આજે 30 થયા. એટલે કે એક જ દિવસમાં 12 કેસ વધ્યાં. તેમણે કહ્યું કે હવે મલ્ટીપલ અસર જોવા મળશે. અત્રે જણાવવાનું કે કોરોના વાયરસના ત્રીજા સ્ટેજમાં તે એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ઝડપથી પ્રસરે છે. એટલે કે કોમ્યુનિટી સ્પ્રેડ થવાની શરૂઆત થાય છે. જે ખુબ ઘાતક પરિસ્થિતિ ગણાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોનાનો પ્રકોપ: લોકડાઉનના ભંગ પર CM રૂપાણીની આકરી પ્રતિક્રિયા, કહ્યું-'પોલીસ સાથે મગજમારી ન કરો'


વિજય રૂપાણીએ આ સાથે એમ પણ કહ્યું કે કોરોના વાયરસથી બચવાનો  એક જ ઉપાય છે અને તે છે સોશિયલ ડિસ્ટરન્સ રાખવું. લોકો ઘરમાંથી બહાર ન નીકળે. 31 માર્ચ સુધી જો આપણે આ વસ્તુ જાણીશું તો ઓછામાં  ઓછા લોકોને તેની અસર થશે. માણસ ન હોય તો આપણને મજા ન આવે તે પ્રકારનો આપણો સ્વભાવ છે. સતત લોકો એકબીજાના સંપર્કમાં આવતા હોય છે અને એટલે જ કોરોનાનો વ્યાપ વધવાની પૂરતી શક્યતા છે. 



રાજ્યમાં અનેક ઠેકાણે લોકડાઉનનો છડેચોક ભંગ, બજારો ખુલ્લા, હોટલો ખુલ્લી, પોલીસે કહ્યું-કાર્યવાહી થશે


આ સાથે જ તેમણે એમ પણ કહ્યું કે જનતા કર્ફ્યૂમાં એક્તાના દર્શન થયાં. જે કેસ વધી રહ્યાં છે તે અમદાવાદ વડોદરા અને સુરતમાં વધી રહ્યાં છે. એક એક માણસ કેટલા લોકોના સંપર્કમાં આવે તેનો હિસાબ મળતો નથી. રાજકોટમાં કેસ છે પણ એ વ્યક્તિ જેટલાને મળ્યાં એ બધાને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યાં છે. જો આપણા ત્યાં પોઝિટિવ કેસો એકદમ વધી જાય તો હોસ્પિટલો બેડ તમામ જરૂરિયાત વસ્તુની વ્યવસ્થા કરવા સરકારની તૈયારી છે પણ એનો વ્યાપ વધે નહીં એ માટે સાવચેતી રાખવી જરૂરી છે અને વ્યાપ વધે તો પરિસ્થિતિ આપણા કાબૂમાં આવી જાય અને મુશ્કેલી પડી શકે છે. 31 માર્ચ સુધી બિન જરૂરી આવશ્યક લોકો ઘરની બહાર નીકળે તે ખૂબ જરૂરી છે.


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube