ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસમાં ફરી સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સતત ત્રીજા દિવસે 300થી વધુ કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના નવા 316 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. રાહતની વાત છે કે છેલ્લા 24 કલાકમાં કોઈ મૃત્યુ નોંધાયું નથી. ગુજરાતમાં અત્યાર સુધી કોરોનાને કારણે 11053 લોકોના મૃત્યુ થયા છે. તો કોરોનાની સારવાર બાદ 1268053 લોકો સાજા થયા છે. કોરોનાની સારવાર બાદ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 189 લોકો ડિસ્ચાર્જ થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 109 કેસ સામે આવ્યા છે. તો સુરત શહેરમાં 26, રાજકોટ શહેરમાં 25, મોરબીમાં 23, અમરેલીમાં 19, વડોદરા શહેરમાં 17, મહેસાણા, સાબરકાંઠા અને વડોદરા ગ્રામ્યમાં 12-12, સુરત ગ્રામ્ય અને વલસાડમાં 8-8, કચ્છમાં 7, ભાવનગર, ગાંધીનગર અને રાજકોટ ગ્રામ્યમાં 5-5, ભરૂચ 4, જામનગર 4, અમદાવાદ ગ્રામ્ય 2, આણંદ, ખેડા, નવસારી, પાટણ, સુરેન્દ્રનગરમાં 2-2, બનાસકાંઠા, જામનગર અને મહીસાગરમાં એક-એક કેસ સામે આવ્યો છે. 


આ પણ વાંચોઃ Coronavirus: શું ફરી ખરતો બનશે કોરોના! ગુજરાત સહિત આ રાજ્યોએ સ્થિતિ કરી ખરાબ


રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 2 હજાર નજીક પહોંચી
ગુજરાતમાં સતત વધી રહેલા નવા કેસને કારણે એક્ટિવ કેસની સંખ્યા પણ વધી રહી છે. રાજ્યમાં વર્તમાનમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1976 થઈ ગઈ છે, જેમાં 10 દર્દી વેન્ટીલેટર પર છે. જ્યારે 1966 સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી 1268053 લોકો સાજા થયા છે. જ્યારે કોરોનાને કારણે 11053 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યનો રિકવરી રેટ 98.98 ટકા છે. 


ગુજરાતમાં આજે 643 લોકોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 12 કરોડ 81 લાખ 404 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં પ્રથમ, બીજો અને પ્રિકોશન ડોઝ સામેલ છે. 


આ પણ વાંચોઃ હજુ માવઠું પડશે, રાજ્યમાં ભારે ગરમી પણ પડશે, અંબાબાલ પટેલની નવી આગાહી


ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહમાં નોંધાયેલા કેસ
મંગળવાર, 28 માર્ચે રાજ્યમાં 316 કેસ નોંધાયા
સોમવારે રાજ્યમાં કોરોનાના 301 કેસ નોંધાયા..
જ્યારે 26 તારીખ રવિવારે 303 કેસ નોંધાયા હતા..
25 તારીખે રાજ્યમાં નવા 402 કેસ નોંધાયા હતા..
24 તારીખે ગુજરાતમાં કોરોના વાયરસના નવા 241 કેસ નોંધાયા હતા..
23 તારીખે ગુજરાતમાં કોરોના વાયરસના નવા 262 કેસ નોંધાયા..
22 તારીખે ગુજરાતમાં કોરોના વાયરસના નવા 247 કેસ નોંધાયા..
21 તારીકે કોરોના વાયરસના નવા 176 કેસ નોંધાયા..
અને 20 તારીખે ગુજરાતમાં કોરોના વાયરસના નવા 118 કેસ નોંધાયા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube