જાવેદ સૈયદ/અમદાવાદ: કાંકરિયા રાઈડ કાંડ મામલે આજે જે ડિવીઝનના ઇન્ચાર્જ એસીપી જગદીશ ચાવડાએ એક પત્રકાર પરિસદ યોજી હતી. જેમાં 6 આરોપીઓના આજે રિમાન્ડ પુરા થતા તમામને મેટ્રો કોર્ટમાં રજુ કરી રીમાન્ડની માગણી કરતા કોર્ટે તમામ આરોપીઓના વધુ બે દિવસના રિમાન્ડ મંજુર કાર્ય હતા. આ સિવાય પોલીસે રાઈડ કંદ મામલે નવા ખુલાસાઓ કાર્ય હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાંકરિયામાં ડિસ્કવરી રાઇડ દુર્ઘટના મામલે નવો ખુલાસો થયો છે. કોર્પોરેશને પોલીસ અને આર એન્ડ બી વિભાગ પર દોષનો ટોપલો ઢોળ્યા બાદ પોલીસ ચૂપકીદી સેવી રહી હતી. પરંતુ આ તમામ ઘટનાક્રમ વચ્ચે પોલીસે આજે પોતાની ભૂમિકા અંગે સ્પષ્ટતા કરતા નવો ખુલાસો કર્યો છે. પોલીસને આરોપીના રિમાન્ડ દરમિયાન જાણવા મળ્યા મુજબ, રાઇડના મેઇન્ટેનન્સ સર્ટિફિકેટમાં મિકેનિકલ એન્જિનિયર તરીકે સહી કરનાર યશ પટેલ પાસે ડિપ્લોમાના માત્ર 2 સેમેસ્ટરની માર્કશીટ મળી આવી હતી. તેમાં પણ બીજા સેમિસ્ટરમાં ફેલ છે. પોલીસે રાઇડને કોઇ લાયસન્સ આપ્યું નથી. પોલીસે કુલ 24 રાઈડનું જ લાયસન્સ આપ્યું હતું. જ્યારે 25મી રાઈડ સંચાલકોએ જાતે ઉમેરી દીધી હતી. જે 14 જુલાઈના રોજ તૂટી પડતા બેના મોત થયા હતા.


દરિયાની લહેરો સામે તરવાની આશા સાથે 19 વર્ષની મોનિકા દુનિયાને દેખાડશે નારી શક્તિ


આ દુર્ઘટનામાં અમદાવાદ મ્યુનિસપલ કોર્પોરેશનની સૌથી બેજવાબદાર ભૂમિકા બહાર આવી છે. પોલીસની જાણ બહાર વધુ એક રાઈડ શરૂ તો કરી દીધી. પરંતુ કોર્પોરેશન કેવી રીતે અંધારામાં રહી, પોલીસનાં જણાવ્યા અનુસાર પોલીસે આ રાઇડને કોઇ લાયસન્સ આપ્યું નથી. રાઇડ ક્યાંથી લાવવામાં આવી તેની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ પાસે જ્યારે લાયસન્સ લીધું ત્યારે 24 રાઈડનું લીધું હતું. આરોપીઓ પાસેથી મળી આવેલા ડોક્યુમેન્ટમાં 25મી રાઈડ હાથેથી લખેલી હતી.


સુરત: વૈશ્વિક મંદી તથા કેન્દ્ર સરકારની કોઇ રાહત ન મળતા રત્નકલાકારે કર્યો આપઘાત


જુઓ LIVE TV:



રાઈડ તૂટવા મામલે તપાસ કરનાર એસીપી જે.એમ. ચાવડાએ જણાવ્યું હતું કે, તમામ રાઈડની ચકાસણી કરી અને યશ પટેલ જ રિપોર્ટ પર સહી કરતો હતો. યશ પટેલના નિવેદન મુજબ પોતે ડિપ્લોમા મિકેનિકલની ડિગ્રી ધરાવે છે. જો કે હાલ તેની ડિગ્રીના ડોક્યુમેન્ટ મંગાવવામાં આવ્યા છે અને તેની તપાસ કરવામાં આવશે. જ્યાં સુધી તમામ રાઈડની ફિટનેસ અંગેની પુરી ચકાસણી ન થાય ત્યાં સુધી રાઈડ્સ ચાલુ ન કરવા કોર્પોરેશનને જાણ કરવામાં આવી છે. રાઈડ તૂટવા 6 આરોપીઓની પોલીસે ધરપકડ કરી ગુરુવાર સુધીના રિમાન્ડ મેળવ્યા છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, એજન્સીના જ માણસો ફિટનેસ અંગેનો રિપોર્ટ બનાવી કોર્પોરેશનમાં આપી દેતા હતા. અને કોર્પોરેશન તંત્ર આ રિપોર્ટની કોઈ તપાસ જ કરતું નથી.