સુરતઃ સુરતમાં તાજેતરમાં ભારતીય જનતા પાર્ટીના નેતા દીપિકા પટેલે આપઘાત કર્યો હતો. દીપિકા પટેલ સુરતમાં વોર્ડ નંબર 30ના મહિલા મોરચાના પ્રમુખ હતા. તેમના આપઘાત બાદ પોલીસ સતત તપાસ કરી રહી છે. મહિલા નેતાના આપઘાત કેસમાં સુરત પોલીસે ભાજપ કોર્પોરેટરની અઢી કલાક સુધી પૂછપરછ કરી  છે. આપઘાત કેસમાં ચિરાગ સોલંકીની શંકાસ્પદ ભૂમિકાની આશંકાએ પૂછપરછ કરાઈ અને મોબાઇલ પણ કબ્જે કર્યો છે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચિરાગ પટેલની પૂછપરછ
ચિરાગ સોલંકી સુરતમાં કોર્પોરેટર છે. તેને આપઘાત કરનાર દીપિકા પટેલ સાથે પારિવારિક સંબંધો હતા. જ્યારે દીપિકા પટેલે આપઘાત કર્યો ત્યારે ચિરાગ સૌથી પહેલા ઘરે પહોંચ્યો હતો. આ કેસમાં પોલીસ ચિરાગ સોલંકીની શંકાસ્પદ ભૂમિકાની તપાસ કરી રહી છે. પોલીસે દીપિકા અને ચિરાગની કોલ ડિટેલ્સ અને whatsapp ચેટની તપાસ આદરી છે. સાથે જ પોલીસે દીપિકા અને ચિરાગનાં મોબાઇલને ફોરેન્સિક લેબમાં પણ મોકલ્યા છે. ત્યારે આખરે બંને વચ્ચે શું રંધાયું હતું તે પણ બહાર આવશે તેવું લાગી રહ્યું છે. પોલીસે કરેલી પૂછપરછની સંપૂર્ણ વીડિયો ગ્રાફી કરવામાં આવી છે. પૂછપરછ પછી ચિરાગ પટેલ બહાર આવ્યો ત્યારે મીડિયા સામે કંઈપણ બોલ્યા વિના નિકળી ગયો હતો.


ભાજપના મહિલા નેતાના આપઘાત બાદ કોર્પોરેટર ચિરાગ સોલંકી શંકાના ઘેરામાં છે. ત્યારે આજે અલથાણ પોલીસ સ્ટેશને તેની પૂછપરછ કરવામાં આવી હતી. આ કેસની તપાસ ખાટોદરા પોલીસ મથકના પીઆઈ રબારીને સોંપવામાં આવી છે. જેણે ચિરાગ સોલંકીની પૂછપરછ કરી છે. 


આ પણ વાંચોઃ ગૌણ સેવા પંસદગી મંડળને મળ્યા નવા ચેરમેન, રાજકોટના મ્યુનિસિપલ કમિશનર બદલાયા


સુરત શહેરમાં વોર્ડ નંબર 30માં ભાજપના મહિલા મોરચાના પ્રમુખ દીપિકા પટેલે ઘરે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ ઘટનામાં કોર્પોરેટર ચિરાગ સોલંકીની ભૂમિકા સતત શંકાસ્પદ લાગી રહી છે. સામે આવ્યું હતું કે દીપિકાએ ચિરાગને ફોન કરીને કહ્યું હતું કે હું આપઘાત કરુ છું. ત્યારબાદ ચિરાગ દીપિકાના ઘરે પણ પહોંચ્યો હતો. ચિરાગ સોલંકીએ દીપિકાના મૃતદેહને નીચે ઉતાર્યો હતો. ત્યારબાદ ડોક્ટરને પણ ફોન કરીને બોલાવ્યા હતા. આ સમગ્ર બાબત જોતા મહિલા નેતાના આપઘાત કેસમાં શરૂઆતથી જ કોર્પોરેટર ચિરાગ સોલંકીની ભૂમિકા શંકાસ્પદ લાગી રહી છે.


રહસ્યમયી છે દીપિકાનું મોત
દીપિકા પટેલનો આપઘાત અનેક સવાલો કરે તેમ છે. તેથી આ મામલે પોલીસે એફ.એસ.એલ ની મદદ લીધી છે. દીપિકાનો મોબાઈલ એફ.એસ.એલ માં મોકલી આપવામાં આવ્યો છે. સાથે જ દીપિકાના મોત બાદ સૌથી પહેલા ચિરાગ સોલંકીને કેમ ફોન કરીને બોલાવવામાં આવ્યો હતો. એટલું જ નહિ, ચિરાગે તબીબ આકાશને સ્થળ પર બોલાવ્યો હતો. આપઘાત કર્યો તે સમયે ઘરમાં ત્રણેય બાળકો હાજર હતા. આખરે એવુ તો શું રંધાયું હતું. 


દીપિકાનાં નજીકના સંબંધીઓએ હત્યાનો આક્ષેપ કર્યો છે અને કોર્પોરેટર ચિરાગ સોલંકી સામે પણ ગંભીર આરોપ લગાવ્યા છે. જ્યારે, બીજી તરફ પરિવારે નિવેદનમાં કોઈ આક્ષેપ કર્યા નથી. પોલીસે CCTV ફૂટેજ અને આરોપોનાં આધારે તપાસ આદરી ચિરાગ સોલંકીની 4 કલાક પૂછપરછ કરી હતી.