અમદાવાદમાં કોરોનાને કારણે કોર્પોરેટર ગ્યાપ્રસાદ કનોજિયાનું નિધન
શહેરમાં કોરોના સંકટ વચ્ચે સતત લોકસેવામાં કાર્યરત રહેલા ગ્યાપ્રસાદને પાછલા સપ્તાહે તબીયત લથડતા સારવાર માટે આઈસીયૂમાં દાખલ કરાવવામાં આવ્યા હતા.
અર્પણ કાયદાવાલા/અમદાવાદઃ અમદાવાદમાં કોરોના વાયરસનો કેર સતત વધી રહ્યો છે. આજે પણ નવા 340થી વધુ કેસ નોંધાવાની સાથે સંક્રમિતોની કુલ સંખ્યા 16640 પર પહોંચી ગઈ છે. તો અત્યાર સુધી 11597 લોકોના મૃત્યુ પણ થયા છે. હવે કોરોનાએ અમદાવાદના એક કોર્પોરેટરનો ભોગ લીધો છે. હાટકેશ્વર ભાઈપુરા વોર્ડના કોર્પોરેટર ગ્યાપ્રસાદ કનોજિયાનું એસવીપી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
શહેરમાં કોરોના સંકટ વચ્ચે સતત લોકસેવામાં કાર્યરત રહેલા ગ્યાપ્રસાદને પાછલા સપ્તાહે તબીયત લથડતા સારવાર માટે આઈસીયૂમાં દાખલ કરાવવામાં આવ્યા હતા. તેઓ છેલ્લી ત્રણ ટર્મથી કોર્પોરેટર છે. તેમના પરિવારમાં ત્રણ સગા ભાઈઓના કોરોના વાયરસના કારણે નિધન થયા છે.
મેયર બિજલ પટેલે વ્યક્ત કર્યુ દુખ
અમદાવાદના મેયર બિજલ પટેલે કોર્પોરેટરના નિધનથી દુખ વ્યક્ત કર્યું છે.