અમદાવાદ : મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણ અને દાણીલીમડાના કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારના તાંત્રિક વિધિ કરાવનાર દાણીલીમડાના મહિલા કોર્પોરેટર જમના વેગડાનો મહિલા તાંત્રિક સાતે વાતચીતનો ઓડિયો વાયરલ થયા બાદ કોંગ્રેસે કડક કાર્યવાહી કરી હતી. કોર્પોરેટરને તત્કાલ અસરથી સસ્પેન્ડ કર્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓડિયો ક્લિપમાં શૈલેષ પરમાર પર તાંત્રિક વિધિ કરાવનારા મહિલા કોર્પોરેટર જમના વેગડા અને મહિલા તાંત્રિક વચ્ચેનો આ ઓડિયો ક્લિપ ચર્ચામાં આવી હતી. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે ઓડિયો ક્લિપની તપાસ મામલે કોંગ્રેસ પક્ષમાંથી અચોક્કસ મુદત માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 


આ મામલે ગુજરાત કોંગ્રેસ દ્વારા કોર્પોરેટરને પત્ર લખીને જાણ કરવામાં આવી છે. અમદાવાદ મહાનગરપાલિકામાં કોંગ્રેસ પક્ષ તરફથી ચૂંટાયેલા કોર્પોરેટર છે. હાલ ટીવી માધ્યમોમાં આપના નામ સાતે તાંત્રિક કારસ્તાન અંગેની વાતો સતત ચાલી રહી છે. ક્યારેક કોઇ વ્યક્તિને પોતાની ધારણા મુજબ અસંતોષ જેવું લાગે છે. જેના આધારે પક્ષની શિસ્ત રેખા ઓળંગી જાય તેવું વર્તન ચલાવી લઇ શકાય નહી. આ વર્તન પાર્ટીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચી રહ્યું હોવાથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.