નરેશ ભાલિયા/જેતપુર :રાજ્યભરમાં ભ્રષ્ટ્રાચારે માજા મૂકી છે અને તે હવે નાના એવા ગામો સુધી પોહોંચ્યો છે, જેતપુરના રેશમડી ગાલોલ ગામમાં એક મૃત્યુ પામેલ વ્યક્તિ સ્વર્ગમાંથી આવી ભૂત બનીને ગટર રીપેર કરીને તેની મજૂરીના પૈસા પણ મેળવી લે છે, અને તાલુકા પંચાયત દ્વારા માત્ર વહીવટી ગેરરીતિ કહેવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટના જેતપુરમાં આવેલા રેશમડી ગાલોલ ગામમાં ભ્રષ્ટાચાર થયો છે. ગામના રહેવાસી મૃતક કેશુભાઈ ગટર રીપેર કરે છે અને તેમના નામના વાઉચર પણ બને છે. કેશુભાઈ 2018માં મૃત્યુ પામ્યા હતા અને તેઓના કામના વાઉચર 2021ના બનેલા છે. આ વાઉચર પર તેમની ખોટી સહી કર્યાનો આક્ષેપ છે. અને રેશમડીગાલોલ ગ્રામ પંચાયતે કેશુભાઈના પુત્ર સાથેના સંયુક્ત બેન્ક ખાતામાં 6300 રૂપિયા જમા કર્યા છે. આ સમગ્ર મામાલાનો ખુલાસો ત્યારે થયો જ્યારે ગામના જાગૃત નાગરિક ભરતભાઈ પાનસુરિયાએ RTI કરી. પરંતુ સવાલ એ છે કે 2018માં મૃત્યુ પામેલા કેશુભાઈ કેવી રીતે ગટર રીપેર કરી શકે? અને સહી કરવા શું તેમનું ભૂત આવે છે. આ કિસ્સો સીધેસીધો મોટા ભ્રષ્ટાચાર સામે ઈશારો કરે છે. જેતપુરના તાલુકા પંચાયતના TDO આ સમગ્ર ભ્રષ્ટાચારને છાવરતા હોય તેવો ઘાટ જોવા મળ્યો. તેઓના મતે સરપંચ અને તલાટી મંત્રી આ કૌભાંડ માટે જવાબદાર તો છે. પરંતુ આ કોઈ વહીવટી ગૂંચથી થયું હોવાનું કહીને ભષ્ટ્રાચારીને છાવરતા હોય તેવું સ્પષ્ટ જોવા મળ્યું. આ ભ્રષ્ટાચાર સાથે કોણ સંકળાયેલું છે તે તટસ્થ તપાસ બાદ જ જાણી શકાશે.  


રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના રેશમડી ગાલોલ ગામનો આ અજીબ કિસ્સો છે. ગામના રહેવાસી એવા કેશુભાઈ માધાભાઇ વઘાસીયા 2018 માં મૃત્યુ પામ્યા છે અને તેવો ફરી 9 ફેબ્રુઆરી 2021માં એટલે કે 3 વર્ષ ફરી જીવતા થાય છે અને રેશમડીગાલોળ ગ્રામ પંચાયતમાં ગામની ગટર રીપેર કરે છે અને તેના નામનું 6300 રૂપિયાનું વાઉચર બને છે, જેમાં મૃતક કેશુભાઈ ભૂત બનીને આવીને સહી કરે છે અને રેશમડીગાલોલ ગ્રામ પંચાયત તેને તેના પુત્ર સાથેના સંયુક્ત બેન્ક ખાતામાં જમા કરી આપે છે, આ કોઈ વાર્તા નથી પણ રેશમડીગાલોલ ગામ અને ગ્રામ પંચાયતમાં બનેલ સત્ય ઘટના છે, અને ગ્રામ પંચાયતમાં થયેલ ભ્રષ્ટ્રાચાર ખુલો પડયો છે, રેશમડીગાલોળ ગામના જાગૃત નાગરિક ભરતભાઈ પાનસુરિયાએ RTI કરી ને માહિતી માંગી હતી. જેમાં આ સમગ્ર ભ્રષ્ટ્રાચાર ખુલી ને બહાર આવ્યો હતો, જાગૃત નાગરિક એવા ભરતભાઈને સરકારી રેકર્ડ ઉપર જે મૃતક કેશુભાઈ માધાભાઇ વઘાસિયાના નામનું વાઉચર અને તેઓએ ગ્રામ પંચાયતના રેકર્ડ ઉપર જે ગટર રીપેરીંગ નું મજૂરી કામ કરેલ છે તેની વિગતો મળી હતી. જે મુજબ મૃતક કેશુભાઈના નામે 9 ફેબ્રુઆરી 2021ના રોજ 6300 રૂપિયાની ગામની ગટરો રીપેર કરીને પછી તે મુદ્દે વાઉચરથી 6300 રૂપિયા લઈ લીધા હતા.


જાગૃત નાગરિક ભરતભાઈ પાનસુરિયા કહે છે કે, રેશમડી ગાલોલ માં થયેલ ભ્રષ્ટ્રાચારની સાબિતી સરકારી ચોપડે અને રેકર્ડમાં છે અહીં એક મૃતકના નામે ભ્રષ્ટ્રાચાર થયો છે, ત્યારે જેતપુરના તાલુકા પંચાયતના TDO આ સમગ્ર ભ્રષ્ટાચારને છાવરતા હોય તેવો ઘાટ જોવા મળ્યો અને તેઓના મતે સરપંચ અને તલાટી મંત્રી આ કૌભાંડ માટે જવાબદાર છે, પરંતુ આ કોઈ વહીવટી ગૂંચથી થયું હોવાનું કહીને ભષ્ટ્રાચારીને છાવરતા હોય તેવું સ્પષ્ટ જોવા મળ્યું. સાથે સરપંચ અને તલાટી મંત્રી જવાબદાર છે. નાણાંકિયા સિદ્ધાંતોનું પાલન થયુ નથી. સાંજ સુધીમાં જિલ્લા વિકાસ અધિકારીને આનો રિપોર્ટ કરશું.


જેતપુર તાલુકાના રેશમડી ગાલોલ ગ્રામ પંચાયતમાં જે ભ્રષ્ટ્રાચાર સામે આવ્યો તેતો માત્ર ઉદારણરૂપ છે. જો યોગ્ય તપાસ થાય તો જેતપુર તાલુકાના ઘણા ગામડાઓમાં પણ ભ્રષ્ટ્રાચાર સામે આવે તેવી પુરી શક્યાતઓ છે, ત્યારે પારદર્શક વહીવટની વાતો કરી સરકારે ભ્રષ્ટ્રાચાર નાબૂદ કરવા યોગ્ય પગલાં લે તે જરૂરી છે.