Gujarats Longest Flyover હાર્દિક દિક્ષીત/વડોદરા : વડોદરા શહેરનો 3.5 કિલોમીટરનો અટલ બ્રિજ ગુજરાતનો સૌથી લાંબો બ્રિજ છે. હજી ચાર મહિના પહેલા જ આ બ્રિજનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. ત્યારે હવે કરોડોના ખર્ચે બનાવાયેલા ગુજરાતના સૌથી લાંબા બ્રિજમાં ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. રાજ્યના સૌથી લાંબા અટલ બ્રિજને લઈને ઝી 24 કલાક પર એક્સક્લુઝિવ સમાચાર સામે આવ્યા છે કે, કરોડોના ખર્ચે બનાવેલા અટલ બ્રિજ પર તિરાડો પડી છે. ઓલ્ડ પાદરા રોડ પાસે અટલ બ્રિજ પર મસમોટી તિરાડો પડી છે. ઝી 24 કલાકની ટીમે રિયાલિટી ચેક કરતા તિરાડોમાંથી પોપડા ઉખડતા જોવા મળ્યાં. કરોડોના ખર્ચે બનાવેલા અટલ બ્રિજ પર તિરાડો પડતાં ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તિરાડો દેખાવા લાગી 
વડોદરા કોર્પોરેશને મુખ્યમંત્રીના હસ્તે 25 ડિસેમ્બરે બ્રિજનું લોકાર્પણ કરાવ્યું હતું. 230 કરોડના ખર્ચે ભવ્ય અટલ બ્રિજ તૈયાર કરાયો હતો. વડોદરામાં ચાર મહિના પહેલા જ ગુજરાતના સૌથી લાંબા અટલ બ્રિજનું લોકાર્પણ કરાયુ હતું. મુખ્યમંત્રીએ ઉદ્ઘાટન કર્યાના દોઢ માસમાં જ અટલ બ્રિજ પરનો ડામર ઉખડવાનો શરૂ થઈ ગયો હતો. ત્યારે ચાર મહિનામાં બ્રિજ પર તિરાડો દેખાવા લાગી છે. ત્યારે સવાલ એ છે કે, શું અટલ બ્રિજની હાલત પણ હાટકેશ્વર બ્રિજ જેવી થશે. 


પાટીદાર યુવકોના મનની પીડા : ભગવાન કા દિયા સબ કુછ હૈ, બંગલા હૈ ગાડી હૈ.. પર બીવી નહિ


અટલ બ્રિજ પર તિરાડો પડવા સાથે રસ્તા પરનો ડામર પણ પીગળી ગયો છે. આ કારણે કોન્ટ્રાકટરે રસ્તા પર રેતી પાથરી એક તરફનો બ્રિજ પણ બંધ કરી દીધો છે. એક તરફનો બ્રિજ બંધ કરતા વાહનચાલકો અટવાયા છે. વાહનચાલકોએ હાલાકી વ્યક્ત કરતા કહ્યું કે, બ્રિજના ભ્રષ્ટાચાર મામલે સરકારે દખલગીરી કરી નિષ્પક્ષ તપાસ કરવી જોઈએ.


આખરે આ બિમાર, બિસ્માર બ્રિજ માટે જવાબદાર કોણ. કોન્ટ્રાક્ટરે કેવી કામગીરી કરી છે તેનો જીવંત પુરાવો આ બ્રિજ છે. બ્રિજમાં વપરાયેલું મટીરિયલ પણ તિરાડોમાંથી બહાર નીકળી રહ્યું છે. હાલ કોન્ટ્રાક્ટર પોતે કરેલા ભ્રષ્ટાચારને સિમેન્ટ લગાવી પોતાનું પાપ છુપાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ સ્થિતિ બતાવે છે કે બ્રિજમાં હલકી ગુણવત્તાનું મટીરિયલ વપરાયું છે. 


ધોરણ-10 માં નાપાસ થતા વિદ્યાર્થીઓના એડમિશન માટે મોટો નિર્ણય લેવાયો


રંગીલા રાજકોટમાં કાયદાની ઐસી કી તૈસી : એક સપ્તાહમાં પાંચ હત્યાથી બન્યું રક્તરંજિત


તપાસના આદેશ આપ્યા છે - મેયર 
તો આ મામલે ખુલાસો આપતા વડોદરાના મેયર નિલેશસિંહ રાઠોડે કહ્યું કે, બ્રિજના તિરાડ મામલે અધિકારીઓને સ્થળ તપાસના આદેશ આપ્યા છે. સ્થળ તપાસ બાદ અધિકારીઓ પાસે રિપોર્ટ માંગ્યો છે. હું પોતે સ્થળ વિઝિટ કરવા જઈશ. જ્યાં સુધી જાતે જઈ તપાસ ન કરું ત્યાં સુધી કંઈ ન કહી શકું.