હનીફ ખોખર/જૂનાગઢ: સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદ કરેલી તુવેરમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનું બહાર આવ્યું છે. ગુજરાત પુરવઠા નિગમના વિજિલન્સ અધિકારી જહાંગીર બ્લોચને શંકા જતા તેમને સઘન તાપસ આરંભી દીધી છે. અને જવાબદારો સામે કડક પગલાં ભરવા માટે કાર્યવાહી શરુ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત નગરી પુરવઠા નિગમ દ્વારા કેશોદમાં જે તુવેરની ખરીદી કરવામાં આવી છે. તેમાં બોર્ડના કર્મચારીઓ વચેટિયાઓ અને દલાલોની મિલી ભગતથી ખેડૂતો દ્વારા આપવામાં આવેલ સારી તુવેર સાથે સડી ગયેલી તુવેર ભેળવીને સરકારને ચૂનો લગાડવાના કૌભાંડનો પર્દાફાશ કરીને અધિકારીઓએ કૌભાંડીઓને જેલ ભેગા કરવા કાર્યવાહી કરી છે.


ઘરતી પુત્રનો રોષ: પાક વિમા મુદ્દે ટંકારાના જિલ્લાના 44 ગામના ખેડૂતોની રેલી


તુવેર ખરિદી કૌભાંડમાં જેની સામે પોલીસ ફરિયાદ થયેલા આરોપીઓના નામ


  1. ખરીદી ઇન્ચાર્જ જે બી દેસાઇ

  2. કેલેક્ષ કંપની ગ્રેડર ફૈઝલ શબીર મુગલ

  3. ગોડાઉન મજુર જયેશ લક્ષ્મણભાઇ ભારતી

  4. હિતેષ હરજી મકવાણા જુનાગઢ

  5. ભરત પરસોત્તમ વઘાસિયા દાત્રાણા 

  6. જીજ્ઞેસ બોરિચા હાંડલા

  7. કાનાભાઇ વિરડા માણેકવાડા




નબળી ગુણવત્તા વાળી તુવેરની 3241 ગુણી સીઝ કરવામાં આવી છે. નિગમના અધિકારી ડોડીયાની હાજરીમાં જિલ્લા અધિકારી મોરી ફરિયાદી બન્યા છે. કેશોદના સ્થાનિક અધિકારી, વેપારી અને વચેટીયાઓ સામે આખરે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. કૌભાંડની સમગ્ર પ્રક્રિયા થઈ છે વિડિઓ રેકોર્ડિંગમાં કેદ કરવામાં આવી છે.