ગૌરવ દવે/ રાજકોટ: 2000ની નોટ બંધ કરવાના સરકારનાં નિર્ણય વચ્ચે રાજકોટમાં જાલી નોટ છાપવાનું કારસ્તાન સામે આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડુપ્લિકેટ નોટ સહિત 23.44 લાખનાં મુદ્દામાલ સાથે 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે રૂપિયા 100 અને 500ની મળી કુલ 4957 ડુપ્લીકેટ ચલણી નોટો કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોદી સરકારના 9 વર્ષ પર મંત્રીઓની થશે કસોટી, 160 લોકસભા સીટનો મળ્યો 'ટાર્ગેટ'


તાજેતરમાં આવેલી બોલીવુડની ફિલ્મ ફરઝીને પણ ટક્કર મારે તેવી કહાની રાજકોટમાં સામે આવી છે. રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે સાધુવાસવાણી રોડ પર આવેલી નિરા ડેરીમાંથી બે શખ્સોને નકલી ચલણી નોટ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસ પુછપરછમાં મોરબી રોડ પર અમૃત પાર્કમાં રહેતા નિકુંજ ભાલોડીયા પાસેથી વિશાલ ગઢીયા અને વિશાલ બુદ્ધદેવે 100 અને 500ની નકલી ચલણી નોટ લીધી હોવાનું ખુલ્યું હતું. જેનાં આધારે પોલીસે નિકુંજ ભાલોડીયાનાં મકાનમાં દરોડો કર્યો હતો. જ્યાં થી પોલીસે રૂપિયા 100 અને 500ના દરની ડુપ્લીકેટ ચલણી નોટો પકડી પાડવામાં આવી છે. 


ભગવાન હનુમાનના ખરા ભક્ત પણ આ ચમત્કારને નહીં જાણતા હોય, સંકટ જોજનો દૂર રહેશે


પોલીસે રેડ દરમિયાન 23.44 લાખનાં મુદ્દામાલમાં રૂપિયા 100નાં દરની 335 ડુપ્લીકેટ નોટ અને રૂપિયા 500ના દરની 4622 ડુપ્લીકેટ નોટ કબ્જે કરી 3 શખસો નિકુંજ ભાલોડીયા, વિશાલ ગઢીયા અને વિશાલ બુદ્ધદેવની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે પોલીસે સ્થળ પરથી ચલણી ડુપ્લીકેટ નોટો બનાવવા વપરાતા સ્કેનર અને પ્રિન્ટર મશીન તેમજ કોમ્પ્યુટર અને મોબાઈલ ફોન કબ્જે કર્યા છે.


સુરતમાં આવતીકાલથી બાગેશ્વર ધામનો બે દિવસીય દિવ્ય દરબાર યોજશે, જાણો કેવો છે કાર્યક્રમ


આરોપી નિકુંજ ભાલોડીયા ડુપ્લીકેટ નોટ છાપવાનું કામ કરતો
પોલીસનાં કહેવા મુજબ, આરોપી વિશાલ બાબુભાઇ ગઢીયા તથા વિશાલ વસંતભાઇ બુધ્ધદેવ વિશાલ ગઢીયાની દુકાનમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટી ચલણી નોટો જેમા રૂ 500ના દરની બનાવટી નોટો નંગ 200 પોતાના કબ્જામાં રાખી મળી આવેલી જે બનાવટી નોટો આરોપી વિશાલ બાબુભાઇ ગઢીયાએ આરોપી નિકુંજ અમરશીભાઇ ભાલોડીયા પાસેથી લીધેલી હોવાનુ જણાવતા બંન્ને આરોપીઓને સાથે રાખી નિકુંજ અમરશીભાઇ ભાલોડીયાના રહેણાંક મકાન ખાતે તપાસ કરતા આરોપી નિકુંજ અમરશીભાઇ ભાલોડીયા ગેરકાયદેસર રીતે ભારતીય ચલણી નોટો જુદા જુદા દરની સ્ક્વેર મારફતે સ્કેન કરી ત્યારબાદ જે.પી.જી ફાઇલને ફોટો શોપમાં એડિટિંગ કરી કલર પ્રિન્ટર મારફત પ્રિન્ટ આપી બનાવટી ચલણી નોટો બનાવી રૂ. 500ના દરની નોટ 4622 તથા રૂ. 100ના દરની નોટ 335 સાથે મળી આવી એકબીજાની મદદગારી કરી ગુનાને અંજામ આપ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.


AC નું બિલ અઠવાડિયા ઓછું કરી દેશે આ 5 ટિપ્સ, 20 થી 30 ટકા ઓછી વપરાશે વિજળી


હાલ પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી નિકુંજ ભાલોડીયા આર્થિક રીતે સધ્ધર વ્યક્તિ છે. પરંતુ ધંધામાં ભાંગી જતા તેને પોતાનાં જ ઘરમાં નકલી ચલણી નોટ છાંપવાનો વિચાર આવ્યો હતો. જોકે તેને જે સામાન્ય કાગળનો ઉપયોગ કર્યો તેને કારણે તેની નકલી નોટ ચાલી નહોતી. 2000ની નકલી ચલણી નોટ આર.બી.આઇ દ્વારા પરત ખેંચવાનો નિર્ણય જાહેર થતા રૂપીયા બદલવા ઇચ્છતા લોકો તેની પાસે આવશે તેવો વિચાર કરી તેને આ નકલી ચલણી નોટ છાપી હતી. જોકે 35000માં તે 1 લાખની નકલી ચલણી નોટ આપતો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. ત્યારે પોલીસ તપાસમાં નિકુંજે કેટલા લોકોને આ નકલી ચલણી નોટ વેંચી અને તેમાંથી કેટલા લોકોએ બજારમાં વહેતી મુકી તે દીશામાં સ્પેશ્યલ ઓપરેશન ગ્રૃપે તપાસ શરૂ કરી છે. 


કુદરતી સૌદર્યનો છે ખજાનો! ફરવાના શોખીન છો તો 17 પ્લેસ કરાવશે જન્નતનો અનુભવ