ગુજરાત વૈશ્વિક વ્યાપારનું પ્રવેશદ્વાર બનશે! ગાંધીનગરમાં ખૂલશે દેશનું પ્રથમ બુલિયન માર્કેટ
ગુજરાત વિધાનસભામાં આજે નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા બજેટ 2022માં સૌથી મોટી જાહેરાત સોના ચાંદીના વેપારને લઈને કરી છે. જેમાં દરેક ગુજરાતીઓ માટે ગર્વની વાત કહી શકાય તેમ હવે દેશનું પ્રથમ બુલિયન માર્કેટની શરૂઆત ગુજરાતમાં કરવામાં આવશે.
ઝી મીડિયા/બ્યૂરો: નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા બજેટ 2022 ની મહત્વની જાહેરાત કરવામાં આવી છે. 7 કરોડની જનતા માટે બજેટમાં સૌથી મોટી વાત એ છે કે રાજ્યમાં કોઈ વેરા ઝીંકવામાં આવ્યા નથી. આ સિવાય વર્ષ 2022-23ના બજેટમાં અનેક મોટી જાહેરાતો કરવામાં આવી છે. શિક્ષણથી લઈને આરોગ્ય, જળ વિભાગ, મેડિકલ ક્ષેત્ર તથા ટેકનોલોજી ક્ષેત્રે પણ મહત્વની જાહેરાત કરવામાં આવી છે. નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ વર્ષ 2022-23નું રૂ. 2,43,965 કરોડનું અંદાજપત્ર ગૃહ સમક્ષ રજૂ કર્યું.
ગુજરાત વિધાનસભામાં આજે નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા બજેટ 2022માં સૌથી મોટી જાહેરાત સોના ચાંદીના વેપારને લઈને કરી છે. જેમાં દરેક ગુજરાતીઓ માટે ગર્વની વાત કહી શકાય તેમ હવે દેશનું પ્રથમ બુલિયન માર્કેટની શરૂઆત ગુજરાતમાં કરવામાં આવશે.
નાણામંત્રી કનુ દેસાઈએ બજેટમાં જણાવ્યું હતું કે, વિદેશોમાં થતાં સોના-ચાંદીના સોદાઓની સુવિધા હવેથી લોકોને દેશમાં જ મળી રહે તે હેતુસર ગોલ્ડ-સિલ્વર ટ્રેડીંગ માટે દેશનું પ્રથમ બુલિયન માર્કેટ ગુજરાતના ગિફ્ટ સિટીમાં શરૂ થનાર છે. વૈશ્વિક કક્ષાની બેન્કિંગ, લીઝીંગ, ઇન્સ્યોરન્સ, ફાયનાન્સ અને આર્બીટ્રેશનની સુવિધાઓ ગિફ્ટ સિટીમાં આકાર લઈ રહી છે, તેથી આવનારા દિવસોમાં ગુજરાત વૈશ્વિક નાણાકીય વ્યાપારનું પણ કેન્દ્ર બનશે.
ઉલ્લેખનીય છે કે, આજે સોના અને ચાંદીમાં 250 રૂપિયાથી વધુની તેજી સાથે કારોબાર થઈ રહ્યો છે. સોનું અને ચાંદી આજે ફરી મોંઘા થયા છે અને તેની કિંમતોમાં સારો ઉછાળો જોવા મળી રહ્યો છે. સોનું ફરી રૂ. 52,000 પ્રતિ 10 ગ્રામના દરની નજીક જઈ રહ્યું છે અને ચાંદી રૂ. 68,000 પ્રતિ કિલોગ્રામની આસપાસના સંકેતો દર્શાવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube