ઉદય રંજન, અમદાવાદ: વિદેશ જવું એ સૌ કોઈના સપના હોય છે. આવું જ એક દંપતી વિદેશ જવાનું સપનું લઈ નીકળ્યા તો ખરા પણ અમદાવાદ એરપોર્ટ પર ઝડપાઈ ગયા. કારણ કે પાસપોર્ટ સાથે છેડછાડ કરી આ દંપતી વિદેશ જઈ રહ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એસઓજીએ હાથે પકડાયેલ દંપતીનું નામ હિતેશ અને બિનલ પટેલ છે, જે મૂળ ખેડા જિલ્લાના મહુધા તાલુકાના વતની છે. હિતેશભાઈ ખેતી કામ કરે છે અને તેના પત્ની શિક્ષિકા છે. ગઈ તારીખ 28 ઓગસ્ટના રોજ આ દંપતી ટુરિસ્ટ વિઝા લઈને અમદાવાદ એરપોર્ટ આવ્યા અને અહીથી દુબઈ સાત દિવસ માટે ફરવા જઈ રહ્યા હતા. તે દરમ્યાન ઇમિગ્રેશનની તપાસમાં આ દંપતીનો ભાંડો ફૂટ્યો હતો. જેમાં પાસપોર્ટ સાથે ચેડા કર્યા હોવાનું સામે આવ્યું હતું તેથી અધિકારીએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. 


પોલીસની પ્રાથમિકમાં સામે આવ્યું કે આ દંપતી અગાઉ વર્ષ 2018માં પણ આજ પ્રકારે એટલે કે પાસપોર્ટમાં છેડછાડ કરી આયર્લેન્ડ સુધી પહોંચી ગયા હતા, પણ આયર્લેન્ડ એરલાઇન્સના અધિકારીઓને જાણ થતાં દંપતીને પરત ડિપોટ કરવામાં આવ્યા હતા. ત્યારે પોલીસ હાલ એ તપાસ કરી રહી છે કે આ દંપતીને વારંવાર વિદેશ મોકલનાર એજન્ટ કોણ છે, કેટલા નાણાં લીધા હતા અને કેટલાક લોકોને ડુપ્લીકેટ પાસપોર્ટ બનાવ્યા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube