અમદાવાદ :અમદાવાદના સોલા બ્રીજ ઉપર શનિવારે રાતના અંધારામાં ઘરે પરત ફરતા દંપતીને અકસ્માત નડ્યો હતો, જેમાં દંપતીનુ કમકમાટીભર્યુ મોત નિપજ્યુ છે. ચાંદખેડાના રહેવાસી દંપતી દ્વારકેશભાઈ અને તેમના પત્ની જુલીબેન ટુવ્હીલર ઘરે આવવા નીકળ્યા હતા. સોલા બ્રિજ પર એક સ્વીફ્ટ કારે તેમની ગાડીને ટક્કર મારી હતી. જેમાં દંપતી બ્રિજથી નીચે પટકાયુ હતું. સોલા સિવિલમાં દંપતીને સારવાર માટે ખસેડાયા હતા, બંનેના કરુણ મોત નિપજ્યા છે. ટ્રાફિક પોલીસે ઘટના સ્થળ પર પહોંચી કાર્યવાહી શરૂ કરી હતી. જોકે, ભગવાન કોઈ સાથે આવુ ન કરે. નવપરિણીત દંપતીનું બે મહિના પહેલા જ લગ્ન થયુ હતું. બે મહિનાની એનિવર્સરી ઊજવવા બહાર નીકળ્યું અને અકસ્માતમાં માર્યુ ગયું હતુ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, ચાંદખેડા વિસ્તારમાં રહેતા નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્ર દ્વારકેશ વાણિયા અને તેમનાં પત્ની જુલી વાણિયાના બે મહિના પહેલા જ લગ્ન થયા હતા. શનિવારે તેમના લગ્નને બે મહિના પૂર્ણ થયા હતા, જેથી દંપતીમાં સવારથી જ ખુશીનો માહોલ હતો. આ ક્ષણને ઉજવવા માટે તેઓએ સેલિબ્રેશન કરવાનુ નક્કી કર્યુ હતુ. જેથી તેઓ બે મહિનાની એનિવર્સરી ઉજવવા માટે બહાર નીકળ્યા હતા. દંપતી સેલિબ્રેશન બાદ હોંશેહોંશે ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે જ સોલા બ્રિજ પર સ્વિફ્ટ કાર તેમની ગાડીને અથડાઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે, દંપતી બ્રિજ પરથી નીચે પટકાયુ હતું. 


આ પણ વાંચો : ગુજરાત સરકારે ટોચના 2 અધિકારીઓને આપ્યુ 8 મહિનાનુ એક્સટેન્શન, ચૂંટણી સુધી કામ કરશે


દંપતીને બહુ જ કમકમાટીભર્યુ મોત મળ્યુ હતું. ટુવ્હીલર પર સવાર દંપતીને કારે એવી ટક્કર મારી હતી કે બંને બ્રિજ પરથી સીધા નીચે પટકાયા હતા. આ પળ ત્યાં હાજર લોકો માટે પણ શોકિંગ બની હતી. 


અકસ્માતમાં જે સ્વિફ્ટ કારે ટક્કર મારી હતી, તે ઊંઘી પડી ગઈ હતી. જોકે, કારચાલક બચી ગયો હતો, પરંતુ તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો. અકસ્માત સર્જીને દંપતીને મોત આપનાર કારચાલક વેજલપુર વિસ્તારનો રહેવાસી હોવાનુ કહેવાય છે.  


આ પણ વાંચો :


IPL ફાઇનલની ટિકિટ જેની પાસે હશે, તેને ગુજરાતના આ પર્વત પર મળશે ફ્રી મુસાફરીનો મોકો