કડી પાસે નર્મદા કેનાલમાં પ્રેમી પંખીડાનો આપઘાત
મહેસાણાઃ નર્મદા કેનાલમાથી મળી પ્રેમી પંખીડાની લાશ
મહેસાણાઃ કડી કચરાસણ ગામ પાસેની નર્મદા કેનાલમાં પ્રેમી પંખીડાની લાશ મળી આવી છે. આંબલીયાસણ ગામના રહેવાસી યુવક યુવતીએ નર્મદા કેનાલમાં પડીને આત્માહત્યા કરી લીધી છે. ગઈ કાલે યુવક યુવતી ઘરેથી ભાગી ગયા હતા અને આજે કેનાલમાં બંન્ને એકબીજાને બાંધીને આત્મહત્યા કરી લીધી છે. મહેસાણામાં બે દિવસમાં પ્રેમી પંખીડાની આત્મહત્યા કરવાની આ બીજી ઘટના બની છે. ગઈ કાલે લિંચ ગામના યુવક યુવતીએ પણ આત્મહત્યા કરી હતી. કડી પોલીસે દ્વારા બંનેની લાશને પીએમ માટે હોસ્પિટલ મોકલી છે અને વધુ તપાસ હાથ ધરી છે.