હિતલ પારેખ/ગાંધીનગર :કોવિડ 19 ની રસીના ક્લિનિકલ રિસર્ચ માટે ગુજરાતમાં પણ તૈયારીઓ શરૂ કરાઈ છે. રાજ્યની પાંચ મેડિકલ કોલેજોને ક્લિનિકલ ટ્રાયલ માટે મંજૂરી અપાઈ છે. તમામ કોલેજ સંલગ્ન હોસ્પિટલોને ક્લિનિકલ ટ્રાયલ માટે તૈયારીઓ કરવા સૂચના આપી દેવાઈ છે. ભારત બાયોટેક (Bharat Biotech) દ્વારા તૈયાર થયેલી કોવેક્સિન-TM (covaccine) નામની રસી માટે ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી અપાઈ છે. ગુજરાત સરકારે હાલ આ રસીના પરિક્ષણ એટલે કે ટ્રાયલ માટે રાજ્યની પાંચ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલોમાં આ ટ્રાયલ શરુ કરવા માટે પરવાનગી આપી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ 5 મેડિકલ કોલેજમાં થશે ટ્રાયલ 


  • બીજે મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ

  • GMERS કોલેજ સંલગ્ન હોસ્પિટલ, સોલા

  • GMERS સંલગ્ન હોસ્પિટલ, ગાંધીનગર

  • એમ કે શાહ મેડિકલ કોલેજ, ચાંદખેડા

  • SGVP મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ


સ્વસ્થ વ્યક્તિ પર કરવામાં આવશે ટ્રાયલ 
ભારત બાયોટેક કંપની મોટાપાયે વેક્સીનનું ટ્રાયલ કરવા માંગે છે. તેથી કંપનીએ ગુજરાતનો સંપર્ક સાધ્યો હતો. ત્યારે સરકાર તરફથી પાંચ મેડિકલ કોલેજને ટ્રાયલની મંજૂરી અપાઈ છે. જોકે, આ પરિક્ષણ કોરોનાના દર્દી પર નહિ, પરંતુ સ્વસ્થ વ્યક્તિ પર કરવામાં આવશે. આ રસી શરીરમાં કેવી રીતે કામ કરે છે તે ચકાસવામા આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ વેક્સીન હાલ તેના ત્રીજા ટ્રાયલમા છે. ત્યારે ગુજરાતમાંથી અંદાજે 500 જેટલા લોકો પર ટ્રાયલ કરવામાં આવી શકે છે.