અતુલ તિવારી/અમદાવાદ :હાલ અમદાવાદ સોલા સિવિલમાં કોવેક્સીન વેક્સીન (corona vaccine) નું ટ્રાયલ સફળતાપૂર્વક ચાલી રહ્યું છે. ત્યારે કોરોના વેકસીનના ટ્રાયલ મામલે સારા સમાચાર આવ્યા છે. કૉવેકસીન (covaccine) નો પ્રથમ ડોઝ ટ્રાયલ અંતર્ગત સોલા સિવિલમાં 550 જેટલા સ્વયંસેવકોને આપવામાં આવ્યો છે. ત્યારે સોલા સિવિલ હોસ્પિટલમાં 25 નવેમ્બરથી શરૂ થયેલા ટ્રાયલ અંતર્ગત વેક્સીનનો ડોઝ લેનાર એકપણ સ્વયંસેવકને કોઈ પણ સમસ્યા સામે આવી નથી. ત્યારે કોવેક્સીનનો બીજો ડોઝ આપવાની શરૂઆત કરાઈ છે. આત્મનિર્ભર કોવેકસીનનો બીજો એટલે કે બુસ્ટર ડોઝ અમદાવાદ ખાતેની સોલા સિવિલમાં આપવાની શરૂઆત થઈ છે. 


આ પણ વાંચો : થરાદમાં ડાયરો યોજનાર ધનજીએ કહ્યું, ‘મેં તો લોકોને માસ્ક આપ્યા હતા, પણ તેઓએ ન પહેર્યાં’


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બુસ્ટર ડોઝ આપવાની શરૂઆત 
મેડિસિન વિભાગના વડા અને કોવેકસીન ટ્રાયલના હેડ ડો. પારુલ ભટ્ટે જણાવ્યું કે, રાજ્યના એકમાત્ર વેક્સીન ટ્રાયલના સેન્ટર પર આજથી કોવેક્સીનનો બીજો એટલે કે બુસ્ટર ડોઝ વોલિન્યિટર્સને આપવામાં આવ્યો છે. અમદાવાદના સોલા સિવિલ હોસ્પિટલમાં ખાતે આત્મનિર્ભર કોરોના વેક્સીનનું ટ્રાયલ ચાલી રહ્યું છે. બુસ્ટર ડોઝ આપ્યા બાદ વોલિન્યર્સને અડધો કલાક ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. બીજો એટલે કે બુસ્ટર ડોઝ આપ્યા બાદ વોલિન્ટિયર્સમાં હજી સુધી કોઈ પણ આડઅસર જોવા મળી નથી. હવે સોલા સિવિલ ખાતે પ્રથમ ડોઝની સાથે બીજો બુસ્ટર ડોઝ પણ આપવામાં આવશે. 


550 લોકોએ પહેલો ડોઝ લીધો 
અત્યાર સુધી કોવેક્સીનનો પ્રથમ ડોઝ 550 લોકોને આપવામાં આવ્યો છે. 31 ડિસેમ્બર સુધીમાં 1000 વોલિન્ટિયર્સને પ્રથમ ડોઝ આપવાનો છે. ત્યારે હવે આ ટાર્ગેટ પૂર્ણ કરવા સોલા હોસ્પિટલ વધુ સજ્જ બન્યું છે. હવે સવારે 10 થી રાત્રે 10 વાગ્યા સુધી ટ્રાયલ વેક્સીન વોલિન્ટિયર્સને આપવામાં આવશે. પ્રથમ ડોઝ આપ્યાના 28 દિવસ થયા બાદ સ્વંય સેવકોને બીજો એટલે કે બુસ્ટર ડોઝ આપવામાં આવે છે. 28 દિવસ પૂર્ણ થતાં વોલેન્ટીયર મહિલાને સોલા સિવિલ ખાતે બુસ્ટર ડોઝ આપવામાં આવ્યો છે. 5ml. ડોઝ ઇન્જેક્શનના રૂપે સ્વંયસેવકોને આપવામાં આવી રહ્યા છે. 


આ પણ વાંચો : ખુલાસો : ધમણ વેન્ટિલેટરને કારણે વડોદરાની SSG હોસ્પિટલમાં આગ લાગી હતી


બુસ્ટર ડોઝની સફળતા બાદ કંપની પરમિશન માંગી શકશે 
જે હાથ પર પ્રથમ ડોઝ સ્વંયસેવકે લીધો હોય તેના બદલે બીજા હાથ પર બીજો એટલે કે બુસ્ટર ડોઝ આપવામાં આવશે. બુસ્ટર ડોઝ સમગ્ર દેશમાં પ્રથમ 130 લોકોને અપાઈ જાય, ત્યારબાદ મહત્વપૂર્ણ ડેટા મળશે. 10 જાન્યુઆરીથી 15 જાન્યુઆરીની વચ્ચે કોવેક્સીન સંદર્ભે શુભ સમાચાર મળી શકે છે. પ્રથમ ડોઝની જેમ જ બીજા એટલે કે બુસ્ટર ડોઝ આપ્યા બાદ કોઈ આડઅસર ના જોવા મળે તો ઈમરજન્સી યુઝ માટે ભારત બાયોટેક પરવાનગી માંગી શકે છે. નવું વર્ષે કોવેક્સીનના માધ્યમથી કોરોનાને માત આપવા માટે દેશમાં અંતિમ તબક્કામાં તૈયારી ચાલી રહી છે. કોવેક્સીનની સફળતા અને વિશ્વની આશા માટે આગામી 20 દિવસ મહત્વપૂર્ણ બની રહેશે.