Covid 19: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 301 કેસ નોંધાયા, અમદાવાદ શહેરમાં સૌથી વધુ
ગુજરાતમાં ફરી કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસ વધી રહ્યાં છે. ત્યારે લોકોમાં પણ શું નવી લહેર આવશે તેવી ચિંતા પણ જોવા મળી રહી છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના સંક્રમણના કેસમાં ફરી વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 301 કેસ સામે આવ્યા છે. રાહતની વાત છે કે આ દરમિયાન કોઈનું મૃત્યુ થયું નથી. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાની સારવાર બાદ 149 લોકો સાજા પણ થયા છે. રાજ્યમાં કોરોનાને લીધે અત્યાર સુધી કુલ 11053 લોકોના મૃત્યુ થયા છે. નોંધનીય છે કે એક દિવસ પહેલાં રાજ્યમાં 303 કેસ સામે આવ્યા હતા.
રાજ્યમાં નોંધાયેલા નવા કેસની વિગત
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં સામે આવ્યા છે. અમદાવાદ શહેરમાં 114 કેસ સામે આવ્યા છે. તો મોરબીમાં 27, સુરત શહેરમાં 27, વડોદરામાં 26, રાજકોટ શહેરમાં 19, ગાંધીનગરમાં 18, વડોદરા શહેરમાં 19, અમરેલીમાં 12, બનાસકાંઠામાં 6, ભરૂચમાં 6, રાજકોટમાં 6, ગાંધીનગર શહેરમાં 4, મહેસાણા અને સુરત જિલ્લામાં 4, સુરેન્દ્રનગરમાં ત્રણ, કચ્છ અને પોરબંદરમાં બે-બે, અમદાવાદ ગ્રામ્ય, આણંદ, ભાવનગર, સાબરકાંઠા, અને વલસાડમાં એક-એક કેસ સામે આવ્યો છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં હજારો યુવાનોને મળશે નોકરી, રાજ્ય સરકારે 65 હજાર કરોડના 59 MoU કર્યાં
રાજ્યમાં કોરોનાની વર્તમાન સ્થિતિ
ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીને 1849 પર પહોંચી ગઈ છે, જેમાં 8 દર્દી વેન્ટીલેટર પર છે. જ્યારે 1841 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાની સારવાર બાદ 1267864 લોકો સાજા થયા છે. તો કોરોનાની સારવાર બાદ 11053 લોકોના મોત થયા છે. ગુજરાતનો રિકવરી રેટ 98.99 ટકા છે.
ગુજરાતમાં રસીકરણની સ્થિતિ
રાજ્યમાં કોરોના સંક્રમણને નાથવા માટે રસીકરણ અભિયાન પણ ચાલી રહ્યું છે. આજે કુલ 664 લોકોએ વેક્સીનના ડોઝ લીધા હતા. ગુજરાતમાં અત્યાર સુધી કુલ 12 કરોડ 80 લાખ 99 હજાર 761 વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે, જેમાં પ્રથમ બીજો અને પ્રિકોશન ડોઝ પણ સામેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube