હિતલ પારેખ, ગાંધીનગર: જે બાળકના માતા-પિતા કોરોના પોઝિટિવ આવ્યા હોય અને બાળકની સારસંભાળ ન રાખી શકે તેમ હોય તો તેવા બાળકોને ચાઇલ્ડ હોમ કે ગર્લ્સ હોમમા રાખવાની વ્યવસ્થા કરવી પડશે. આ અંગે રાજ્યના સામાજ સુરક્ષા વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરીને આદેશ કરવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાળકના વાલી કોરોના પોઝિટિવ આવ્યા હોય તો તેના માટેની સંભાળ રાખવાની વ્યવસ્થા કરવી પડશે. જે જિલ્લાઓમાં ચાઇલ્ડ ફોર બોયઝ એન્ડ ગર્લ્સ ન હોય તેના માટે 33 જિલ્લા માટે સંસ્થાઓ નક્કી કરવામાં આવી છે. 


જો બાળકને અન્ય જિલ્લામાં ચાઇલ્ડ હોમમાં મુકવાનો થાય તો છોકરી હોય તો તેની સાથે મહિલા કર્મચારીને ફરજિયાત મોકલવા પડશે. આ ઉપરાંત કોરોના મા માતા-પિતા બંનેનું અવસાન થયું હોય તો આવા બાળકોની યાદી બનાવવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે. 

Gujarat Corona Update: 5 લાખ વધુ ગુજરાતીઓ કોરોના સામે જીત્યા જંગ, આજે દાખલ થયા તેના કરતાં વધુ ડિસ્ચાર્જ થયા


રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 12,064 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર 13,085 લોકો કોરોનાને મ્હાત આપીને સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 5,03,497 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જો કે, રાજ્યનો રિકવરી રેટ આજે 76.52 ટકાએ પહોંચ્યો હતો.


રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 1,46,385 એક્ટિવ દર્દી છે, જે પૈકી 775 લોકો વેન્ટિલેટર પર છે અને 1,45,610 લોકો સ્ટેબલ છે. 5,03,497 લોકોને ડિસ્ચાર્જ અપાઇ ચુક્યું છે. 8,154 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં 17, સુરત કોર્પોરેશનમાં 8, રાજકોટ કોર્પોરેશનમાં 7, વડોદરા કોર્પોરેશનમાં 5, જામનગર કોર્પોરેશનમાં 8, ભાવનગર કોર્પોરેશનમાં 5 અને જૂનાગઢ કોર્પોરેશનમાં 4 દર્દીના મોત થયા છે.

બીજી લહેર પર કાબૂ મેળવ્યો, ત્રીજી લહેર સામે પણ લડીશું, હતાશ થવું નથી : વિજય રૂપાણી


આ ઉપરાંત મહેસાણા 3, વડોદરા 4, જામનગર 5, સુરત 4, જુનાગઢ 3, ગીર સોમનાથ 1, પંચમહાલ 1, કચ્છ 4, બનાસકાંઠા 1, આણંદ 1, દાહોદ 1, અરવલ્લી 2, ગાંધીનગર 1, નવસારી 1, પાટણ 3, ભરૂચ 2, તાપી 1, સુરેંદ્રનગર 1, રાજકોટ 5, સાબરકાંઠા 4, ભાવનગર 6, વલસાડ 2, છોટાઉદેપુર 1, અમરેલી 2, દેવભૂમિક દ્વારકા 3, પોરબંદર 1, અને બોટાદમાં 2 દર્દીઓના મોત થયા છે. આ સાથે રાજ્યમાં કુલ 119 દર્દીઓના મોત થયા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube