સરસપુરમાં કોવીડ કેર સેન્ટરનો પ્રારંભ, રાજ્યમાં કોવીડ બેડની સંખ્યા અંદાજે 1 લાખે પહોંચી
પ્રદીપસિંહ જાડેજા (Pradipsinh Jadeja) એ જણાવ્યું કે ,કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતાં ગરીબ અને મધ્યમવર્ગીય દર્દીઓ માટે આ આઇસોલેશન સેન્ટર આશીર્વાદરૂપ બની રહેશે.
અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) ના સરસપુર (Saraspur) વિસ્તારમાં સંત કબીર કોવિડ કેર સેન્ટરનો આરંભ કરાવતા ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા (Pradipsinh Jadeja) એ જણાવ્યું હતું કે, કોવીડ મહામારી સામે વિજય પ્રાપ્ત કરવા માટે ગુજરાત (Gujarat) કટિબદ્ધ છે.
કોવીડ કેર સેન્ટર (Covid Care Center) ના લોકાર્પણ પ્રસંગે ગુજરાત સરકાર દ્વારા કોવીડના સંક્રમણને નિયંત્રિત કરવા માટે લેવાઈ રહેલા સંખ્યાબંધ પગલાઓની વિગતો આપતા કહ્યું હતું કે,રાજ્યભરમાં ૧૫ માર્ચે માત્ર ૪૫ હજાર પથારી ઉપલબ્ધ હતી, જે આજે વધીને એક લાખે પહોંચી છે. આમ, નાગરિકોને આરોગ્યસુવિધાઓ પૂરી પાડવા માટે રાજ્ય સરકાર શક્ય તમામ પ્રયાસો કરી રહી છે.
વિજયભાઇએ કોરોના પર મેળવ્યો વિજય: 'ફેફસામાં ૯૦ ટકા ઈન્ફેક્શન છતાં સ્વસ્થ થવું એ ચમત્કારથી કમ નથી'
પ્રદીપસિંહ જાડેજા (Pradipsinh Jadeja) એ જણાવ્યું કે ,કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતાં ગરીબ અને મધ્યમવર્ગીય દર્દીઓ માટે આ આઇસોલેશન સેન્ટર આશીર્વાદરૂપ બની રહેશે.
સંત કબીર કોવિડ કેર સેન્ટર (Covid Care Center) મા ૩૦ ઓક્સિજન (Oxygen) બેડ અને ૨૦ સામાન્ય બેડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ હોસ્પિટલ (Hospital) માં રાઉન્ડ ધ ક્લોક તબીબ, નર્સિંગ સ્ટાફ, કોરોના ગ્રસ્ત દર્દીઓની સેવામાં તહેનાત રહેશે. સારવાર મેળવી રહેલા દર્દીઓને ભોજનની તમામ વ્યવસ્થા પુરી પાડવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.
ગૃહ રાજ્યમંત્રીએ કોવીડ મહામારીને નાથવામાં સમાજના સહયોગની સરાહના કરતા જણાવ્યું હતું કે, સમાજના શ્રેષ્ઠીઓની અમાપ શક્તિઓ અને સંવેદનાના કારણે જ આપણે સૌ કોરોનાને કાબૂમાં રાખવામાં સફળ રહ્યા છીએ. ગુજરાતની જનતાને આરોગ્ય સુવિધાઓમાં કોઈ પણ પ્રકારની કચાશ ન રહે તે માટે રાજ્યમાં બે લાખથી વધુ તબીબી સ્ટાફ( ડોક્ટર્સ, નર્સ,પેરા-મેડિકલ સ્ટાફ) 24X7 કાર્યરત છે.
શરમમાં મુકાઇ ખાખી: બાળક અને પત્ની સાથે દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો
ગૃહરાજ્યમંત્રીએ કહ્યું કે, અમદાવાદ શહેરમાં કોવીડ કેસમાં અસાધારણ વૃદ્ધિ થતા રાજ્ય સરકારે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સરકારી અને ખાનગી હોસ્પિટલોની મદદથી કોવીડ મેનેજમેન્ટની વ્યૂહરચના ઘડી કાઢી છે. જે મુજબ ૧૧ સરકારી હોસ્પિટલોને કોવીડ હોસ્પિટલ તરીકે નિયુક્ત કરવામાં આવી છે.
જેમાં બેડની સંખ્યા ૫ હજારથી વધુ છે. આ ઉપરાંત ૧૭૧ ખાનગી હોસ્પિટલોને કોવીડ હોસ્પિટલ તરીકે નિયુક્તિ કરી છે. જેમાં બેડની સંખ્યા - ૭,૭૦૬ એ પહોંચી છે. આ હોસ્પિટલોમાં વધારાના બેડ ઉમેરવાની કાર્યવાહી ચાલી રહી હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.
સમાજના અગ્રણી મહેશ સિંહ કુશવાહ અને સરસપુર વોર્ડના મ્યુનિસિપલ કાઉન્સિલર દિનેશસિંહ કુશવાહના સંયુક્ત પ્રયાસોથી કાર્યરત કરવામાં આવેલ સંત કબીર કોવિડ કેર સેન્ટર માટે ગૃહ રાજ્યમંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube