ચેતન પટેલ, સુરત: દેશમાં એક તરફ મંકીપોક્સ અને કોરોનાનો આતંક જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાત પણ બાકાત નથી. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસમાં સતત વઘઘટ જોવા મળી રહી છે. ત્યારે ગુજરાતમાં વિવિધ બિમારી અને વાયરસે પગપેસારો કરી લીધો છે. એક તરફ મેલેરિયા, ડેન્ગ્યુ, તાવ  અને ઝાડા ઉલટીના કેસ વધી રહ્યા છે. ત્યારે સુરતમાં કોક્સસૈકી એન્ડ ઇકો નામક વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. દરરોજ ખાનગી-સરકારી હોસ્પિટલો અને ક્લિનિકોમાં 500-600થી વધુ કેસ નોંધાઇ રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત શહેરમાં 6 વર્ષ સુધીના બાળકોના હાથ, પગ અને મોઢામાં નાના નાના ગુલાબી રંગના ચાંઠાં દેખાઈ રહ્યા છે. સાથે તાવની પણ ફરિયાદ છે. બાળકોમાં આ રોગ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ડોક્ટરોએ આ બીમારીને હેન્ડ-ફૂટ એન્ડ માઉથ ડિસીઝ નામ આપ્યું છે. શહેરમાં રોજના 500-600 કેસ સામે આવી રહ્યા છે.

સુરત કોર્ટે કહ્યું; 'પત્નીની હાંસી ઉડાવે તે પણ હિંસા જ ગણાય' પત્નીને ફટકાર્યો આટલો દંડ


સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ આરએમઓ ડોકટર ઓમકાર ચૌધરીએ જણાવ્યું હતું કે આ રોગ કોક્સસૈકી એન્ડ ઇકો વાયરસથી થાય છે. અગાઉ 2017માં ઘણા બાળકો ચપેટમાં આવ્યા હતા. હવે 5 વર્ષ બાદ ફરી માથું ઉચક્યું છે. બાળકોને તરત જ ચેપ લાગે છે. જેથી નર્સરી, ડાન્સ ક્લાસ, પ્લેગ્રાઉન્ડમાં બાળકોને સાવચેત કરવા જરૂરી છે. બાળકોના મોં અને ગળામાં ફોલ્લા દેખાય છે. ઘણા તેને માતાજી કહે છે. પરંતુ તબીબોએ સ્પષ્ટ કહ્યું છે કે તેને આ રોગ ચેપી છે, જેથી સારવાર જરૂરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube