Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર પ્રસાર દરમિયાન નેતાઓ બેફામ વાણી વિલાસ કરતા જોવા મળી રહ્યાં છે. જેમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં પ્રચાર સંભાને સંબોધતી વખતે પ્રધાનમંત્રી મોદીને રાવણ કહ્યાં. ખડગેએ પીએમ મોદીની સરખામણી રાવણ સાથે કરતાની સાથે નવો વિવાદ છેડાયો છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ અને CM ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી ખડગે પર પ્રહાર કર્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવી દઈએ કે, મલ્લિકાર્જૂને ભાષણ દરમિયાન જણાવ્યું કે, તમે તો પ્રધાનમંત્રી છો, તમને જે કામ મળ્યું છે એ કરવું જોઈએ. હંમેશા જુઠુ બોલો છો. તમારો ચહેરો જોઈને બધી ચૂંટણીઓમાં પબ્લિક તમને વોટ શું કામ આપે. રાવણની જેમ શું તમારા 100 મુખ છે. કે તમારે કોર્પોરેશનની ચૂંટણી હોય, વિધાનસભાની ચૂંટણી હોય કે પછી લોકસભાની ચૂંટણી હોય બધી ચૂંટણીમાં મોદીજી તમારો ચહેરો જોઈને જ લોકો ભાજપને વોટ આપે. 


સીઆર પાટીલે કોંગ્રેસ પર પ્રહાર કર્યા
પીએમ મોદીના અપમાન પર ગુજરાતમાં ભાજપ આક્રમક બની ગઈ છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસે પોતાની સંસ્કારિતા ગુમાવી દીધી છે. ખડગે જેવા સિનિયર વ્યકિતને આ બધુ શોભતુ નથી. પ્રધાનમંત્રી પ્રત્યે સન્માનની ભાવના હોવી જોઈએ.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube