નરેશ ભાલિયા/રાજકોટ: રાજકોટની સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. આજે જામકંડોરણાના કુમાર છાત્રાલય ખાતે સાધારણ સભા મળી હતી. સાધારણ સભા MLA જયેશ રાદડિયાના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. જેમાં ગુજરાત ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટની સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભાના કાર્યક્રમમાં સીઆર પાટીલે પૂર્વ સાંસદ વિઠ્ઠલ રાદડિયાને યાદ કર્યા હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે કહ્યું કે આજે ખેડૂતોને હાથ ન લંબાવો પડે તેવું કામ PM મોદીએ કર્યું છે. કોંગ્રેસે 2017માં વિકાસ ગાંડો થયો છે તેવી મજાક ઉડાવી હતી. વિકાસ એટલે ઈન્ફ્રાસ્ટ્રક્ચર જ નહીં પણ રોજગારી સહિતનો વિકાસ...કોંગ્રેસના સમયમાં ટ્રેનમાં પાણી લાવવું પડતું હતું. યુવાન મોટરસાયકલ લઈને પોતાના વતન જઇ શકે છે. પરંતુ કોંગ્રેસના શાસનમાં હકીકત કંઈક અલગ હતી.


જયેશભાઈ રાદડિયા દ્વારા મહત્વની જાહેરાત
વિધાનસભાની ચુંટણી પહેલા રાદડિયાના ગઢમાં ભાજપના દિગ્ગજ નેતાઓ ભેગા થયા હતા. આ સભામાં સૌરાષ્ટ્રના સહકારી અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતી. એટલું જ નહીં, મોટી સંખ્યામાં ખેડૂતો પણ ઉપસ્થિત રહ્યા હતા. સાધારણ સમયે બેંકના ચેરમેન જયેશભાઈ રાદડિયા દ્વારા એક મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. તેમણે સભાસદોની શેર મૂડી ઉપર 12 ટકા ચૂકવવાનો નિર્ણય કર્યો છે. ખેડૂતોને કેન્સર, કિડની, પથરી, પ્રોટેસ્ટ હાર્ટ એટેક, પેરાલીસીસ જેવા રોગો માટે 15000 ની સહાય ચૂકવવામાં આવશે. ખેત જાળવણી લોન માટે બે લાખ લોન આપવામાં આવતી હતી. જેમાં વધારો કરી મહત્તમ 12 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે. કે.સી.સી ધિરાણ 2022-23 માં 1.25  ટકા વ્યાજ માર્જિનની જાહેરાત કરવામાં આવી, જેમાંથી જિલ્લાની મંડળીઓને 8.50 કરોડ જેવી વ્યાજની આવક થશે.


રાજકોટ ડિસ્ટ્રીકટ કો-ઓપરેટિવ બેન્ક દ્વારા ખેડૂત સભાસદો માટે કરાઈ જાહેરાત...
૧) સભાસદોની શેર મૂડી ઉપર ૧૨ % ડિવિડન્ડ ચુકવવાની જાહેરાત....
૨) બેંક મારફત ધિરાણ લેતા ખેડૂત સભાસદોને વિઠલભાઈ રાદડિયા મેડીકલ સહાય યોજના હેઠળ કેન્સર – કીડની – પત્થરી – પ્રોસ્ટેટ – હાર્ટએટેક – પેરેલીસીસ તથા બ્રેઈન હેમરેજ જેવા મેજર રોગમાં મેડીકલ સારવાર માટે રૂા.૧૨,૦૦૦/ ની સહાય ચૂકવવામાં આવે છે તેમાં વધારો કરી રૂા. ૧૫,૦૦૦/– ની સહાય ચુકવવાની જાહેરાત કરેલ,
૩. ખેત જાળવણી લોનમાં રૂા.૨.૦૦ લાખનો વધારો કરી મહત્તમ રૂા.૧૨.૦૦ લાખ સુધીની લોન યોજના. 
૪) મંડળીઓને કે.સી.સી. ધિરાણ ઉપર વર્ષ ૨૦૨૨-૨૩ માટે ૧.૨૫% વ્યાજ માર્જીનની જાહેરાત કરેલ જેથી મંડળીઓને વધારાના રૂા.૮.૫૦ કરોડ જેવી વ્યાજ આવક મળશે.
બેંકના ચેરમેન લોન્ચ કરેલ યોજનાઓને આવકારી તમામ સભાસદોએ હર્ષની લાગણી વ્યકત કરેલ.


ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સભામાં શું કહ્યું?
રાજકોટના જામ કંડોરણા ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાને યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું કે, ખેડૂતોએ પોતાના કામ માટે હાથ લંબાવવો પડે તેવું ન કરવું પડે તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતો માટે યોજનાઓ બનાવી છે. પરંતુ કોંગ્રેસે 2017માં વિકાસ ગાંડો થયો છે કહીને મજાક ઉડાવી હતી. વિકાસ એટલે શું માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર જ નહીં પણ યુવાનોને રોજગારી સહિતનો વિકાસ. આજે યુવાન મોટરસાયકલ લઈને પોતાના વતન જઇ શકે છે.


તેમણે ઉમેર્યું હતું કે, કોંગ્રેસના સમયમાં ટ્રેનમાં પાણી લાવવું પડતું હતું. ટ્રેનમાં પાણી ન લાવવું પડે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કામ કર્યું છે. દેશની સેનાને મજબૂત કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિદેશથી હથિયારો લાવ્યા. જો યુદ્ધ ટાળવું હોય તો મજબૂત રહેવું પડે. ચીન અને પાકિસ્તાનને તેના ઘરમાં ઘૂસીને યાદ કરાવી દીધું કે ભારત શું છે? પહેલા સરકારી બેંકોમાં ઇલું-ઇલું ચાલતું હતું. પરંતુ હવે સરકારી નોકરીની ભરતીમાં ભલામણ કે રૂપિયા ચાલતા નથી. માત્ર મેરીટીના આધારે નોકરી અપાશે. તમામ સહકારી સંસ્થાઓ હાલ ભાજપના કાર્યકરોના હાથમાં છે. એક અમુલ મૂકીને તમામ ડેરીઓ પણ ભાજપના હાથમાં છે. 


રાજકોટમાં સી.આર પાટીલે અમુક સહકારી આગેવાનો પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, એક સમયે કોંગ્રેસના આગેવાનો સાથે ઇલું ઇલું ચાલતું હતું. આપણે મેન્ડેડ સિસ્ટમ કરીને આ બધું બંધ કરાવ્યું. સીઆર પાટિલે અહીં એક મોટી જાહેરાત જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જામ કંડોરણામાં આવશે.