Gujarat Election 2022: ઓછા મતદાનને લઈને સી.આર.પાટીલનું મોટું નિવેદન, શું ભાજપને ફાયદો થશે?
Gujarat Election 2022: છોટા ઉદેપુર ભાજપ જિલ્લા કાર્યાલયની અચાનક મુલાકાતે આવેલા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, ગુજરાતના સૌ મતદારોનો આભાર માનું છું. પીએમ મોદી પ્રત્યે તેમનો વિશ્વાસ અને ભાવ આ મતદાનમાં દેખાયો છે.
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. પરંતુ હાલ પ્રથમ તબક્કામાં થયેલા ઓછા મતદાનને લઈ તમામ રાજકીય પક્ષોની ચિંતા વધી છે. ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આજે એક પ્રેસ કોન્ફરન્સ કરીને વિગતવાર માહિતી આપી હતી.
છોટા ઉદેપુર ભાજપ જિલ્લા કાર્યાલયની અચાનક મુલાકાતે આવેલા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, ગુજરાતના સૌ મતદારોનો આભાર માનું છું. પીએમ મોદી પ્રત્યે તેમનો વિશ્વાસ અને ભાવ આ મતદાનમાં દેખાયો છે. કાર્યકરોએ પણ શાંતિ પૂર્ણ મતદાનમાં સહયોગ આપ્યો છે. કાર્યકરોનો પણ આભાર માનું છું. પીએમ મોદીએ અલગ અલગ વિસ્તારમાં પ્રચારની કમાન સંભાળી. લોકોની અપેક્ષા પર ફક્ત પીએમ મોદી જ ખરા ઉતરી શકે. તેમનો પણ આભાર અને કેન્દ્રિય ગૃહમંત્રીના સતત માર્ગ દર્શન બદલ આભાર માનું છું.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube