ગીરસોમનાથ : જિલ્લામાં સી.આર.પાટીલે નમો કિસાન પંચાયત યોજી હતી. ગીરસોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકા ના પ્રશ્નાવડા ગામે ભાજપ દ્વારા નમો કિસાન પંચાયત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટીલે જાહેર સભા ગજાવી હતી અને ખેડૂતોને સંબોધ્યા હતા. ગીર જિલ્લાના પ્રશ્નાવડા ગામે આજે ભાજપ દ્વારા નમો કિસાન પંચાયત કાર્યક્રમ યોજાયો. જેમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલે જાહેર સભા સંબોધી હતી. ખેડૂતોની ઉપજના ભાવ કેવી રીતે વધારવામાં આવ્યા તેને લઈ સરકાર દ્વારા કરાયેલા કામો અને વિવિધ યોજનાઓ વિશે જાણકારી આપી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની હાજરીમાં ભવ્ય પદવીદાન સમારોહનું આયોજન


સી.આર પાટીલે ગીરસોમનાથ જિલ્લાની 3 શુગરમિલોને સરકાર દ્વારા અપાયેલી સહાય વિશે પણ ખેડૂતોને માહિતી આપી હતી. આવનારી વિધાનસભા ચૂંટણી માટે ભાજપ તરફી માહોલ તૌયર કરવા શુભારંભ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ગીર સોમનાથ જિલ્લાની તમામ 4 વિધાનસભા કોંગ્રેસના કબજામાં છે. આવનારી ચૂંટણીમાં આ બેઠકો ભાજપ કબ્જે કરવા અત્યારથી જ કમર કસી રહ્યું છે. અને એટલે જ આજે 90 સોમનાથ અને 91 તાલાળા વિધાનસભા બેઠક પર નમો કિસાન પંચાયત યોજાઈ હતી. 


એટલી બધી બાઇકો ચોરી કે આખો શોરૂમ ખોલવો પડ્યો, જુઓ તમારી બાઇક તો ચોરીની નથી ને...


રાજકીય પરિસ્થિતિ પ્રતિકૂળ હોવાને કારણે ગીરસોમનાથની ચારેય વિધાનસભા પર કોંગ્રેસનું પ્રભુત્વ ઘટાડવા માટે સી.આર પાટીલ વારંવાર ગીર સોમનાથ જિલ્લામાં આવી મતદારોને રીજજવા નો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે એક વાત પણ ઉલ્લેખનીય છે કે સી આર પાટીલના કાર્યક્રમનો સમય અનુસાર 9:30 વાગ્યા નો હતો પણ પાટીલ 01.30 વાગ્યે આવતા ખેડૂતો અકળાયા હતા અનેક લોકો કાર્યક્રમ છોડીને ચાલ્યા ગયા હતા.