ઝી ન્યૂઝ/સુરત: ભાજપ અધ્યક્ષ સી આર પાટીલનું મિશન 2022 વન ડે વન ડિસ્ટ્રિક્ટ હેઠળ આજે સુરત જિલ્લામાં કાર્યક્રમ યોજાયો છે. જેમાં પેજ પ્રમુખોના સંમેલન સાથે ભાજપ અધ્યક્ષ કાર્યક્રમ સ્થળે પહોંચ્યા છે. સુરતમાં વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે અરવિંદ કેજરીવાલ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, મહાઠગ ગુજરાત આવે છે, ગુજરાતની જનતા તેનાથી ચેતીને રહેજો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતમાં વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમમાં આપ અને કોંગ્રેસ પર સીઆર પાટીલે આકરા પ્રહાર કરતા ખળભળાટ મચ્યો છે. સીઆર પાટીલે અરવિંદ કેજરીવાલ અને રાહુલ ગાંધી પર આકરા શબ્દોમાં વરસ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં મહાઠગ આવે છે, લોકો સાવધાન રહે, એક મહાઠગ ગુજરાત આવી રહ્યો છે. ગુજરાતની જનતા જાણે છે કે આ ઠગ કોણ છે? પાટિલે જણાવ્યું હતું કે, હવે જ્યારે એમનો ઉલ્લેખ કરો ત્યારે માત્ર ઠગ જ કહેજો. મહાઠગની એક પણ સીટ પર ડિપોઝિટ ન બચવી જોઈએ. મહાઠગની ડિપોઝીટ ન બચે એ આપણે જોવાનું છે. 



પાટિલે ઉમેર્યું હતું કે, દેડકાઓ ડ્રાઉ-ડ્રાઉ કરતા-કરતા આવી જાય છે, એમ કેટલીક પાર્ટીના દેડકાઓ આવી જાય છે. તેમ ગુજરાતમાં મહાઠગ આવી રહ્યા છે. ઠગ મફતની ઓફર કરે છે. પરંતુ મારે તેમણે જણાવવાનું છે કે, ગુજરાતને મફતનું કઈ સદતું નથી. ગુજરાતને મફતની લાલચ આપવાથી લાભ નહીં થાય. પાટીલ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, એક પપ્પુ છે જેણે પાર્ટીનું બંટાધાર કરી દીધું છે. સી.આર.પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, અહીં નેટવર્કના ઇસ્યુ છે ત્યાંથી પણ જજો. આટલા તાપમાં કાર્યકર્તાઓની સંખ્યા જોઈ કેટલાય ના છાતીના પાટિયા બેસી ગયા હશે. નરેન્દ્ર મોદીના યજ્ઞને રોકવાની કોઈની તાકાત નથી. પાર્ટી વિથ ડિફરન્સ તરીકે ઓળખાય છે. પાટિલે જણાવ્યું કે, બીજેપીનો એકેય કાર્યકર એક પણ રજા પર ન હતો. ચૂંટણી સામે રજા પાડે એ કાર્યકરોના લોહીમાં નથી.


સી આર પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, બીજેપી દ્વારા વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ 33 જિલ્લા અને 8 મહાનગરપાલિકામાં કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પેજકિમીટીની સભા અને રેલીનું આયોજન કરાયું છે. જેમાં પાટિલ સહિત ભાજપના નેતાઓ તબીબ, વકિલ, સાધુ તમામ લોકો સાથે મુલાકાત કરશે. પેજ કમિટીના સભ્યો સાથે કાર્યકરોની વ્યથા લેખિત સ્વરૂપે આપી શકશે. આખા જિલ્લા.માં.મહાનુભવોની પ્રતિમા પણ લગાવવામાં આવશે. 



પાટીલે જણાવ્યું હતું કે, સુમુલ ડેરીએ કુપોષિત બાળકો માટે ગ્રાન્ટ આપી છે. 100 ગ્રામ દૂધ અને બિસ્કિટ આપવામાં આવશે. માંડવીમાં પણ ભાજપ આવશે. ગઠબંધન કરનારી પાર્ટી એ વાત સાબિત કરે છે કે પોતે વિક છે. આપની ખલીસ્તાની માનસિકતા છે. બિટીપીની પણ એવી જ ઇમેજ છે. 



ઉલ્લેખનીય છે કે, આજે દિવસ દરમિયાન સુરતમાં સીઆર પાટીલ સ્થાનિક કાર્યકરો, સામાજિક અને ધાર્મિક આગેવાનો સાથે 13 જેટલી બેઠકો કરી રહ્યા છે. જેમાં જિલ્લાની સ્થાનિક સમસ્યાઓની રજૂઆતો સાંભળવા ઉપરાંત મિશન 2022ના આગામી કાર્યક્રમો અંગે માર્ગદર્શન પણ આપી રહ્યા છે. સાથે સાથે રેલી પણ યોજાશે. કુલ 13 થી વધુ બેઠકો યોજી કાર્યકરોને મળશે. પ્રદેશ અધ્યક્ષ સ્થાનિક કાર્યકરો સહિત સામાજિક અને ધાર્મિક આગેવાનોને મળશે જે તે જિલ્લાની સ્થાનિક રજુઆત અને કાર્યક્રમો અંગે વાત કરશે. ભાજપના કાર્યકરોની વચ્ચે પહોંચી ઉત્સાહ વધારશે. કાર્યકરોની વાત સાંભળવા સાથે તેમને માર્ગદર્શન આપશે જે તે જિલ્લાના વિકાસ માટે વિસ્તૃત ચર્ચા કરશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube