સીઆર પાટિલનું નિવેદન; જયનારાયણ વ્યાસે રાજીનામુ આપ્યુ છે, જે અમે સ્વીકાર્યું`
જયનારાયણ વ્યાસે ભાજપને રામ રામ કહી દીધા છે, ત્યારે આ મુદ્દે સીઆર પાટિલને પુછવામાં આવ્યું. ત્યારે તેમણે એક નિવેદન આપ્યું છે. સીઆર પાટિલે જણાવ્યું હતું કે, છેલ્લા 20 વર્ષ કરતાં વધુ સમયથી જયનારાયણ વ્યાસ ભાજપમાં હતા.
અમદાવાદ: વિધાનસભાની ચૂંટણીના વર્ષમાં એક મોટા સમાચાર મળી રહ્યા છે. ગુજરાતના પૂર્વ આરોગ્ય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા જયનારાયણ વ્યાસે ભાજપમાંથી રાજીનામું આપતા આજે સવારથી રાજનીતિમાં ગરમાવો આવી ગયો હતો. ત્યારબાદ કમલમમાં સીઆર પાટિલને આ વિશે પુછતા તેમણે જણાવ્યું હતું કે 75 વર્ષ બાદ ભાજપમાં ટિકિટ મળતી નથી, જયનારાયણ વ્યાસે રાજીનામુ આપ્યુ છે, જે સ્વીકાર્યું છે.
જયનારાયણ વ્યાસ પર સીઆર પાટિલની પ્રતિક્રિયા
જયનારાયણ વ્યાસે ભાજપને રામ રામ કહી દીધા છે, ત્યારે આ મુદ્દે સીઆર પાટિલને પુછવામાં આવ્યું. ત્યારે તેમણે એક નિવેદન આપ્યું છે. સીઆર પાટિલે જણાવ્યું હતું કે, છેલ્લા 20 વર્ષ કરતાં વધુ સમયથી જયનારાયણ વ્યાસ ભાજપમાં હતા. કેબિનેટમાં પણ મંત્રી રહ્યા હતા. છેલ્લા 2 વાર ચૂંટણી હાર્યા છતાં ભાજપે ટિકિટ આપી હતી. 75 વર્ષ બાદ ભાજપમાં ટિકિટ મળતી નથી, એટલે કદાચ તેમણે રાજીનામું આપ્યું છે અને પક્ષે સ્વીકાર્યું છે. આ વખતે ભાજપ કોઈ પણ સાંસદ અને ધારાસભ્યોના સગાને ટિકિટ નહીં આપે. અગાઉ મનસુખ વસાવા અને ભરતસિંહ ડાભીને પણ પક્ષે ના પાડી છે.
સગા સંબંધીઓને ટિકીટ નહીં મળે: પાટિલ
સી.આર. પાટીલનો સ્પષ્ટ જવાબ આપ્યો છે કે કોઈ સાંસદ કે ધારાસભ્યોના સગા- સંબંધીઓને ટિકીટ નહીં મળે. તેમણે કહ્યુ કે, ભાજપના કોઈપણ પદાધિકારીના સગાને ટિકિટ નહીં આપે. મનસુખ વસાવા પોતાની પુત્રી માટે અગાઉ ટિકીટ માગી ચૂક્યા છે.
75 વર્ષ બાદ ટિકીટ નથી મળતી: પાટિલ
દિગ્ગજ નેતા જયનારાયણ વ્યાસના રાજીનામા અંગે સી.આર.પાટીલની સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, 75 વર્ષ બાદ ભાજપમાં ટિકિટ મળતી નથી, જયનારાયણ વ્યાસે રાજીનામુ આપ્યુ છે, જે સ્વીકારાયુ છે.
મહત્વનું છે કે, જયનારાયણ વ્યાસે સિદ્ધપુર બેઠક માટે ભાજપની સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધો હતો. પરંતુ તેમની ટિકિટ મામલે નકારાત્મક ચર્ચાઓનો દોર ચાલ્યો હતો. ત્યારબાદ તેઓ અશોક ગેહલોતને મળ્યા હતા. જોકે શુક્રવારે મોડી રાતે જ જયનારાયણ વ્યાસે ભાજપમાંથી રાજીનામું આપ્યાની વાત વહેતી થઈ હતી.
ઉલ્લેખનીય છે કે, પૂર્વ આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસે જણાવ્યું હતું કે, મેં 32 વર્ષ બીજેપી સાથે ગાળ્યા છે. મને ભાજપ સાથે કોઇ વાંધો નથી. પરંતુ જિલ્લામાં એક તરફી ચાલવાના વલણથી હું નારાજ છું. મેં અગાઉ પણ સીઆર પાટીલને વાત કરી તો તેમણે પણ રસ લઈને બધુ સમુ સુથરૂ કર્યુ હતું. પણ દર વખતે મારા કાર્યકરોની અવગણના થાય, કોઈ ઝઘડા થાય તેમાં પ્રદેશ અધ્યક્ષને કહેવું મારા મતે યોગ્ય નથી. જેના કારણે મેં પહેલા પણ વિચાર્યું હતું કે એના કરતા હું જાતે જ વચ્ચેથી નીકળી જાવ તો સારું છે. પરંતુ આ વખતે તો પાટણ જિલ્લા ભાજપના પ્રમુખ છે તેમનું જે રીતનું વલણ છે, એટલું ન નહીં, અમારા બીજા એક આગેવાન છે કેસરી પટેલ, જેના કારણે મને સતત ફરિયાદીની સ્થિતિમાં રાખે છે અને મારા કાર્યકરોને સતત અન્યાય થાય આ પ્રકારની પાટણમાં બેસેલા ચારથી પાંચ લોકો અન્યાય કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube