ઝી બ્યુરો/સુરત: 2002ના ગુજરાત રમખાણો સાથે સંકળાયેલા કેસમાં પીએમ નરેન્દ્ર મોદીને મળેલી ક્લીન ચીટ સુપ્રીમ કોર્ટે યથાવત રાખી છે. આ મામલે આજે ગુજરાત ભાજપના પ્રમુખ સીઆર પાટીલે સુરતથી પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં તેમણે પીએમ મોદીને ફસાવવાનું કાવતરુ ગણાવ્યું છે. પાટીલે જણાવ્યું હતું કે, આખરે સુપ્રીમકોર્ટના ચુકાદાથી દૂધનુ દૂધ અને પાણીનુ પાણી થઈ ગયુ છે. જે વ્યક્તિઓએ કાવતરૂં રચ્યુ હતુ તેની વિરૂદ્ધ પણ કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ. જેથી આર.બી.શ્રીકુમાર અને તિસ્તા સેતલવાડની ધરપકડ કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સીઆર પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, આ કેસમાં સંજીવ ભટ્ટ અને આર.બી.શ્રીકુમારની પણ શંકાસ્પદ ભૂમિકા રહેલી છે. જ્યારે તીસ્તા સેતલવાડ NGO મારફતે વિદેશમાંથી નાણાં મેળવી કાવતરામાં ઉપયોગ કરવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટે 3 આરોપીઓના નામનો ઉલ્લેખ કર્યો હતો. જેના કારણે SCના આદેશ મુજબ કાર્યવાહી થઇ રહી છે. આ કોઇ બદલાની રાજનીતિ નથી. સુપ્રીમ કોર્ટનું 300 પેજનું જજમેન્ટ છે. PM મોદીને માત્ર બદનામ કરવાની નહી પણ ખોટા કેસમાં ફસાવવાનું ષડયંત્ર હતું. જે બહાર આવ્યું છે તેના અનુરૂપ કાર્યવાહી કરવામાં આવી છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube