સુરત: વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગવાના શરૂ થઈ ગયા છે. ત્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે આજે સુરતમાં મેડિકલ કેમ્પમાં સંબોધન દરમિયાન ચૂંટણી અંગે મોટું નિવેદન આપીને ખળભળાટ મચાવી દીધો છે. સી.આર.પાટીલે હુંકાર કર્યો કે, હવે થોડા દિવસોમાં ચૂંટણી આવવાની છે. પાર્ટીએ તમામ બેઠકો તો જીતવાની જ છે. પરંતુ દરેક બેઠક 50,000 મતની સરસાઈથી જીતવાની છે. યુદ્ધની તૈયારી થઈ ગઈ છે, શસ્ત્રો સજાવાઈ ગયા છે, મેદાનમાં ઉતરો ત્યારે કોઈની દયા નહીં રાખવી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નસીબ સારું છે કે મહામારી વખતે મોદીજી PM હતા
સુરતના કાર્યક્રમને સંબોધતા પાટીલે કહ્યું કે, કોંગ્રેસ સરકાર બનાવવા તડજોડ કરે છે. પહેલા સરદાર પટેલના સ્થાને નહેરુને પ્રધાનમંત્રી બનાવ્યા હતા. પરંતુ હવે સમય બદલાતા ગુજરાત દેશનું મોડલ બન્યું છે.  કોરોનામાં વડાપ્રધાન મોદીએ મહત્વપૂર્ણ કામ કર્યું. સમગ્ર દેશમાં વેક્સિન મફતમાં આપવામાં આવી. તેઓએ રેવડી વેચી નથી પરંતુ વેક્સિન આપીને લોકોના જીવ બચાવ્યા છે.


સીઆર પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, અર્બન નક્સલાઈઝ લોકોને ઓળખી જવાની જરૂર છે. ગુજરાત વિરોધીઓને AAPએ ટિકિટ આપી છે. મેઘા પાટકરના આંદોલનના કારણે 15 વર્ષ નર્મદા યોજના મોડી થઈ. આવા લોકો રાજ્યને ડિસ્ટર્બ કરવાનો પ્રયત્ન કરે છે. કચ્છ સુધી પાણી પહોંચાડવાનું હતુ ત્યારે મેધા પાટકર કામ રોકતા હતા. જે ગુજરાતને આગળ જતા રોકતા હતા તે મેધા પાટકરને આપ આગળ લાવે છે.


રેવડીવાળા વચન આપે છે પરંતુ પૂર્ણ કરી શકશે કે કેમ તે એક સવાલ
રેવડીના વાયદાને પાટીલે જણાવ્યું હતું કે, 'ગુજરાતની પ્રગતિ ગમતી નથી? રેવડીવાળા વચન આપે છે પરંતુ પૂર્ણ કરી શકશે કે કેમ તે એક મોટો પડકાર છે. મહિલાઓને 1 હજાર રૂપિયા આપો ત્યારે વર્ષે 36 હજાર કરોડ થાય. બધી રેવડીનો ખર્ચ 41 હજાર 607 હજાર કરોડ જેટલો થાય છે. 2.18 કરોડ લાખનું બજેટ તો રેવડીમાં જ પુરૂ થઈ જાય એમ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube