કોંગ્રેસમાં ભંગાણ: પેઢીઓથી કોંગ્રેસ સાથે જોડાયેલા સેંકડો કોંગ્રેસી કાર્યકરોના કેસરિયા
જિલ્લામાં આજે 200 થી પણ વધારે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓએ ભાજપ સાથે જોડાયા હતા. જિલ્લાના પીઢ કોંગ્રેસી આગેવાનોએ આજે કમલમ્ ખાતે પહોંચીને કેસરિયા કર્યા હતા. મહામંત્રી રજની પટેલ, ગોરધન ઝડફિયાની આગેવાનીમાં કોંગ્રેસનાં કાર્યકર્તાઓએ ભાજપનો ખેસ પહેર્યો હતો.
મહેસાણા : જિલ્લામાં આજે 200 થી પણ વધારે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓએ ભાજપ સાથે જોડાયા હતા. જિલ્લાના પીઢ કોંગ્રેસી આગેવાનોએ આજે કમલમ્ ખાતે પહોંચીને કેસરિયા કર્યા હતા. મહામંત્રી રજની પટેલ, ગોરધન ઝડફિયાની આગેવાનીમાં કોંગ્રેસનાં કાર્યકર્તાઓએ ભાજપનો ખેસ પહેર્યો હતો.
મહેસાણા જિલ્લાના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાજુભા દરબાર, બેચરાજી તાલુકાના કોંગ્રેસ પ્રમુખ વાઘુભા જાડેજા, બેચરાજી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રણુભા સહિત 205 થી વધારે લોકોએ આજે કેસરિયા કર્યા હતા. માંડલ તાલુકાના કોંગ્રેસી આગેવાનોએ પણ ભગવો ધારણ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લી ત્રણથી પણ વધારે પેઢીઓથી કોંગ્રેસ સાથે સંકળાયેલા છે. જો કે પક્ષમાં સતત વધતો જુથવાદ, અવગણના અને તેના કારણે પેદા થયેલા અસંતોષના કારણે આખરે તેમણે પક્ષ છોડ્યો હતો.
ફાયર NOC મુદ્દે હાઈકોર્ટે લાલ આંખ કરી આપ્યો મોટો આદેશ, AMC એ કાર્યવાહી હાથ ધરતા 15 શાળાની ઓફિસ સીલ
અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ પ્રવક્તા અને દિગ્ગજ નેતા જયરાજસિંહ પણ ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. તેઓએ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ સાથે ગુપ્ત મુલાકાત લીધી હોવાનું પણ સુત્રો જણાવી રહ્યા છે. આ ઉપરાંત તેઓએ આજે ખુબ જ સુચક ટ્વીટ કરીને ફરી એકવાર રાજકીય ગરમાવો લાવી દીધો છે. તેવામાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસમાંથી એક પછી એક વિકેટો ખરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube