કોરોના વિસ્ફોટ વચ્ચે સુરત સેન્ટ્રલ ડેપોમાં લોકમેળો, નાગરિકો અને તંત્ર તમામ ઉદાસીન
કોરોના સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદ શહેરમાં કર્ફ્યુંના કારણે એસટી બસ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. ત્યારે સુરત એસટી ડેપો પર અળગ જ માહોલ જોવા મળી રહ્યો છે. સુરત સેન્ટ્રલ બ સ્ટોપ પર લોકોનાં ટોળે ટોળા જોવા મળી રહ્યા છે. સોશિયલ ડિસ્ટન્સિંગનાં ધજાગરા ઉડી રહ્યા છે. રોજના 30 હજારથી વધારે મુસાફરો બસ સ્ટેન્ડ પરથી મુસાફરી કરી રહ્યા છે. તો બીજી તરફ સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાયેલું રહે તેવી કોઇ વ્યવસ્થા કે બોર્ડ જોવા નથી મળી રહ્યા.
સુરત : કોરોના સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદ શહેરમાં કર્ફ્યુંના કારણે એસટી બસ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. ત્યારે સુરત એસટી ડેપો પર અળગ જ માહોલ જોવા મળી રહ્યો છે. સુરત સેન્ટ્રલ બ સ્ટોપ પર લોકોનાં ટોળે ટોળા જોવા મળી રહ્યા છે. સોશિયલ ડિસ્ટન્સિંગનાં ધજાગરા ઉડી રહ્યા છે. રોજના 30 હજારથી વધારે મુસાફરો બસ સ્ટેન્ડ પરથી મુસાફરી કરી રહ્યા છે. તો બીજી તરફ સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાયેલું રહે તેવી કોઇ વ્યવસ્થા કે બોર્ડ જોવા નથી મળી રહ્યા.
જાહેર ર્તા પર મા્ક વગર લોકોને દંડ ફટકારવામાં આવે છે જો કે સુરતના સેન્ટ્રલ બ સ્ટેન્ડ પર જ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે. લોકો માસ્ક વ ગર પણ જોવા મળી રહ્યા છે. બુકિંગની બારી પર લોકોની લાંબી લાઇનો જોવા મળી રહી છે. લાઇનમાં ઉભેલા લોકો વચ્ચે કોઇ જ પ્રકારનું અંતર નથી જળવાઇ રહ્યું. કેટલીક બસોમાં સામાન્ય નિયમો કરતા વધારે મુસાફરો પણ બેસેલા જોવા મળી રહ્યા છે.
સેન્ટ્રલ ડેપોમાં રોજની 1100થી વધારે બની અવર જવર થાય છે. ગુજરાતનાં તમામ શહેરો અને ગામડાઓમાંથી બસ અહીં આવતી જતી હોય છે. 500થી વધારે લોકોનો સ્ટાફ ડેપો પર કામ કરે છે. બસ ડેપો ઇન્ચાર્જ સંજય જોશી સાથે આ અંગે વાત કરતા તેમણે કહ્યું કે, હું રજા પર છું. જેથી આ અંગે હાલ તમને કોઇ પણ જવાબ આપી શકી નહી. જ્યારે હાલ ફરજ પરના ઇન્ચાર્જનો સંપર્ક કરવામાં આવ્યો તો તેમણે કોઇ પણ પ્રકારનો જવાબ આપવાનું ટાળ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube