લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાત ભાજપ ભીંસમાં, સંગઠન અને સરકારની સમસ્યામાં વધારો
બીજી તરફ એક વર્ષ પહેલાં પાસમાંથી છેડો ફાડી ભાજપમાં જોડાનાર રેશ્મા પટેલનો સોશિયલ મીડીયા પર સીએમને સંબોધીને લખાયેલો પત્ર એ ભાજપની સમસ્યાઓમાં વધુ એક વધારો કરી દીધો છે.
કિંજલ મિશ્રા: જ્યાં એક તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણની ભાજપ દેશભરમાં સરદાર પટેલ માટેની લાગણી ઉભી કરવાનો અને પોતાની વોટબેંક મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે. ત્યાં પીએમ નરેન્દ્ર મોદી તથા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના હોમ ગ્રાઉન્ડમાં ભાજપ એક બાદ એક પડકારોથી ઘેરાયેલુ છે. પરપ્રાતિયો મુદ્દે ભાજપ દ્વારા દોષનો ટોપલો ભલે અલ્પેશ ઠાકોર પર ઠાલવવામાં આવ્યો હોય પરંતુ ગુજરત અને હિદી ભાષી રાજ્યોમાં રહેતા ઉત્તર ભારતીયો જેટલા અલ્પેશ ઠાકોર પર ગુ્સ્સે છે એટલી જ ભારોભાર નારાજગી ભાજપ માટે પણ છે એ વાતથી ભાજપ પણ બેખબર નથી.
જો કે હજુ આ ઘટનામાં બધુ હેમખેમ પાર પડે તે પહેલા જ શંકરસિહના પુત્ર મહેન્દ્ર સિંહ વાધેલાની ભાજપમાંથી વિદાય લઇ ખુબ મોટા ઝટકા સમાન ભાજપ માટે છે. કારણ કે મહેન્દ્ર સિંહ દ્વારા ભાજપને ઉત્તર ગુજરાતમાં લોકસભામાં સીટો ભાજપ હસ્તગત કરવાનો વ્યુ રચના ઘડી હતી. જો કે તેમણે પોતાના અંગત કારણોસર રાજીનામું આપ્યાની પત્રમાં ઉલ્લેખ હતો. પરંતુ આજે મહેન્દ્ર સિંહ જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરવા જઇ રહ્યા છે ત્યારે મોટા ખુલાસા થાય એવી શક્યતાઓ વર્તાઇ રહી છે.
જો બીજી તરફ એક વર્ષ પહેલાં પાસમાંથી છેડો ફાડી ભાજપમાં જોડાનાર રેશ્મા પટેલનો સોશિયલ મીડીયા પર સીએમને સંબોધીને લખાયેલો પત્ર એ ભાજપની સમસ્યાઓમાં વધુ એક વધારો કરી દીધો છે. શહીદોના પરિવારને નોકરી આપવાની વાત સાથે સોશિયલ મીડીયા પર પત્ર લખી રેશ્મા પટેલ દ્વારા પર આડકતરી રીતે બગાવતના સૂર છેડી દેવામા આવ્યા છે. રેશ્મા પટેલ એ પણ ભાજપમાં રહી એક પંથે 2 કાજ એવી પરિસ્થિતિનું નિર્માણ કર્યુ છે. જ્યાં પત્ર લખી તેમણે સમાજમાં ફરી એકવાર પોતાનું, સ્થાન મેળવી લીધું છે. જો બીજી તરફ પક્ષમાં જ રહીને હાઇકમાન્ડનું નાક દબાવવાનો પ્રયાસ કર્યો છે.
ત્યારે પડતામાં પાટુ સમાજ ધટના બની રવિવારે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના હોમ ગ્રાઉન્ડમાં બની. બુંદેલ ગામમા કારડિયા રાજપૂતોની બેઠક યોજાઇ.જેમા ચૂંટણી સમયે દાનસિંગ મોરી સામે જમીન મામલે થયેલા તમામ કેસો પાછા ખેચવાના કમિટમેન્ટને ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુવાઘાણી દ્વારા પુર્ણ ન કરાતા રાજપૂત સમાજ રોષે ભરાયો છે. રવિવારે યોજાયેલી બેઠકમા લોકસભાની ચૂંટણીમાં 10થી વધુ બેઠકો પર ભાજપનો બહિષ્કાર કરી ઘર ભેગા કરવાનો નિર્ણય લેવાયો છે.
મહત્વનુ છે કે વિધાનસભાની ચૂંટણી દરમ્યાન કારડીયા રાજપૂતોનો પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી માટે ઉગ્ર વિરોધ હતો. એ હદ સુધીનો વિરોધ હતો કે ખુદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ દ્વારા મધ્યસ્થી કરીને બધુ થાળે પાડવાનો પ્રયાસ કરાયો હતો. આજે અમિત શાહનો જન્મ દિવસ છે ત્યારે બરાબર એક દિવસ પહેલા કારડીયા રાજપૂત સમાજે પોતાની સાથી ભાજપ દ્વારા છેતરપિડી કરાઇ હોવાનું અનુભૂતિ થઇ રહી છે એટલે જ આગામી ચૂંટણીમા માટે પોતે પણ લડી લેવાના મૂડમાં છે.
જો કે આ તમામ કિસ્સાઓની વચ્ચે ભાજપ સરકાર કે સંગઠન દ્વારા મૌન સાધી લેવામાં આવ્યું છે. આમ જોવા જઇએ તો ત્રણેય ઘટનાઓમાં ક્યાંક કે ક્યાંક બગાવત અથવા કમિટમેન્ટ ના પાળ્યા હોવાની વાતનો સૂર દેખાઇ રહ્યો છે. કોંગ્રેસના નેતાઓ દ્વારા કરતાં આક્ષેપનો ખુલાસો કરવા સરકાર તથા સંગઠનના પ્રતિક્રિયા આપવા નેતાઓની હોળ લાગતી હોય છે. જો કે આ ત્રણેય ઘટનાઓમાં સરકાર કે સંગઠનમાંથી કોઇ જ પ્રકારની પ્રતિક્રિયા કે ખુલાસો કરવામા નથી આવી રહ્યો. જેના કારણે કોઇ મોટા વિવાદ કે વિખવાદ આગામી સમયમા આકાર લે એવા સંકેતો મળી રહ્યા છે.