ઝી બ્યુરો/વડોદરા: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રોજેક્ટની જાહેરાત તો મોટા ઉપાડે કરી દે છે, પણ જ્યારે તે પ્રોજેક્ટના અમલીકરણની વાત આવે, ત્યારે સત્તાધીશો તરફથી વાયદાનો વેપાર શરૂ થાય છે. ત્રણ વર્ષ પહેલાં મનપાએ પોતાના બજેટમાં શહેરમાં ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર કરવાની જોગવાઈ કરી હતી. જો કે આ જાહેરાત ફક્ત કાગળોમાં જ સમેટાઈને રહી ગઈ છે. યુવાનો રાહ જોઈ રહ્યા છે કે મેદાન ક્યારે તૈયાર થશે, પણ તેનો જવાબ સત્તાધીશો પાસે પણ નથી. મનપાની માલિકીનું મેદાન ડમ્પિંગ સાઈટ બની રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાર્દિક પંડ્યા ગુજરાત ટાઇટન્સને કરશે અલવિદા, મુંબઇ ઇન્ડિયન્સમાં ફરશે પરત


વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર કરવાની હતી. જો કે હકીકત એ જ છે, જે ત્રણ વર્ષ પહેલાં મનપાના બજેટમાં કરાયેલી જાહેરાત વખતે હતી. સત્તાધીશોએ ગોત્રી વિસ્તારમાં ગ્રાઉન્ડ બનાવવાની જાહેરાત કરીને સંતોષ માની લીધો, જે મેદાનમાં ક્રિકેટ ગ્રાઉન્ડ બનવાનું હતું, તે ધીમે ધીમે ડમ્પિંગ સાઈટ બની રહી છે. લોકો કચરો નાંખી જાય છે. આસપાસની બાંધકામ સાઈટો પરથી માટી અને કાટમાળ ઠલવાય છે. યુવાનોને અસમતળ મેદાનમાં ક્રિકેટ રમવાની ફરજ પડે છે. રમવા માટે બીજું કોઈ મેદાન પણ નથી. જો કે સત્તાધીશોને ન તો યુવાનોની ચિંતા છે કે ન તો પોતાની જાહેરાતના અમલીકરણની.


નીતિન પટેલને ફરી APMC ચૂંટણી લડવાના અભરખાં! સામે કોઈએ ફોર્મ જ ના ભર્યું, થયા બિનહરીફ


મનપાએ આમ તો ગોત્રીની આ ખુલ્લી જગ્યામાં ક્રિકેટ સ્ટેડિયમ બનાવવાનું આયોજન કર્યું હતું, પણ બજેટ વધી જતાં સ્ટેડિયમની જગ્યાએ ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર કરવાનો નિર્ણય લેવાયો હતો. જો કે સત્તાધીશોને પોતાની જ જાહેરાત પર અમલીકરણની પરવા નથી. આ મુદ્દે અમે મનપાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સાથે પણ વાત કરી, તેમનું કહેવું છે કે કોઈ સંસ્થા અહીં ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવા ટેન્ડર ભરવા માટે આગળ નથી આવતી...હવે પીપીપી ધોરણે મેદાનને વિકસાવવાની વિચારણા ચાલી રહી છે.


AMCની 12 કમિટીના ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનની વરણી, જાણો કઈ કઈ બેઠક પર કરાઈ નિમણૂંક


સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો આ જવાબ સ્વબચાવ છે. હજુ તો સત્તાધીશો પીપીપી ધોરણે મેદાનનો વિકાસ કરવાનું આયોજન કરી રહ્યા છે. ગ્રાઉન્ડ ક્યારે તૈયાર થશે, તેની તો હાલ ચર્ચા પણ કરી શકાય તેમ નથી. આ કિસ્સો બાબતો તરફ નિર્દેશ કરે છે. એક તો મનપાને પોતાની માલિકીની જમીનના યોગ્ય ઉપયોગની ચિંતા નથી અને બીજું એ કે બજેટમાં કરવામાં આવતી જાહેરાતોને અમલીકરણ સાથે લેવાદેવા હોય તે જરૂરી નથી. તાજેતરમાં જ વડોદરામાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટની જાહેરાત કરાઈ છે, આ જાહેરાતને પણ આ વાત લાગુ પડે છે. રહી વાત મેદાનના વિકાસની, તો તંત્ર તેમાં પોતાનો ફાયદો પણ નથી જોઈ શકતું.


સુરતમાં 8 મહિનાની બાળકીનું રહસ્યમય મોત; આ ભાગ કાળો પડતા પરિવારે કર્યો ગંભીર આરોપ