Gujarat Weather Updates: હવામાન વિભાગની એક આગાહીએ ગરબા રસિકો અને ક્રિકેટ ચાહકો બન્નેની આશા પર પાણી ફરી વળ્યું છે. એક તરફ 14 ઓક્ટોબરે અમદાવાદમાં ભારત પાકિસ્તાનની હાઈવોલ્ટેજ ક્રેકિટ મેચ રમાવાની છે. બીજી તરફ 15 ઓક્ટોબરથી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. જોકે, હવામાન વિભાગની એક આગાહીએ આ બન્ને કાર્યક્રમો પર સંકટ લાવી દીધું છે. આ બન્ને મેગા ઈવેન્ટ પર હાલ સંકટના વાદળો ગેરાઈ રહ્યાં છે.  હવામાનની આગાહી મુજબ આગામી પાંચ દિવસો સુધી ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન વિભાગની ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતુંકે, અમદાવાદ અને ગાંધીનગર સહિત આગામી પાંચ દિવસ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આગામી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદની સંભાવના છે. ખાસ કરીને 14,15,16 ઓક્ટોબરે રાજ્યમાં હળવા વરસાદની સંભાવના છે. એમાંય વાત કરીએ અમદાવાદની તો આગામી 14,15 ઓક્ટોબરે અમદાવાદમાં હળવા વરસાદની પણ શક્યતા છે.


જેનો ડર હતો એ જ થયું! આવી ગઈ વરસાદની આગાહી, નવરાત્રિમાં ગરબા અને અમદાવાદમાં રમાનારી વર્લ્ડ કપની ભારત-પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચની મજા બગાડશે વરસાદ. હવામાન વિભાગની ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતુંકે, અમદાવાદ સહિત ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ રહી શકે. વેસટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં વરસાદી માહોલ રહી શકે છે. દક્ષિણ અમદાવાદમાં પણ વરસાદ થવાની સંભાવના છે. 


દેશની દિગ્ગજ હસ્તીઓ રહેશે મેચમાં હાજર-
અમદાવાદના આંગણે આ મેચ હોવાથી એક અવસર જેવો માહોલ છે. ત્યારે આ રોમાંચને ડબલ કરવા અમદાવાદમાં આવી રહ્યી દેશની સૌથી ફેમસ હસ્તીઓ. સદીના મહાનાયક અમિતાભ બચ્ચન, સાઉથ સિનેમાના ભગવાન કહેવાતા સુપરસ્ટાર રજનીકાંત અને ગોડ ઓફ ક્રિકેટના નામે ઓળખતા મહાન સચિન તેંડુલકર સહિતની હસ્તીઓ આ મેચ જોવા અમદાવાદની મહેમાન બનશે. આ ઉપરાંત ભારત પાકિસ્તાનની આ મેચ જોવા માટે કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદ આવી શકે છે. અમિત શાહ 14 ઓક્ટોબરે રમાનારી ભારત-પાકિસ્તાનની મેચ જોવા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાજરી આપી શકે છે.